વોટ્સએપ મલ્ટી-ડિવાઈઝ સપોર્ટ, જાણો કેવી રીતે 4 ડિવાઈઝ પર કરશો ઉપયોગ

વોટ્સએપ મલ્ટી-ડિવાઈઝ સપોર્ટ છેલ્લા ઘણા વર્ષોમાં મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા રજુ કરવામાં આવેલ સૌથી મોટા ફેરફારમાંથી એક છે. નવા મલ્ટી-ડિવાઈઝ સપોર્ટ ઘણા યુઝર્સ માટે લાંબા સમયથી ચાલી રહેલ આ સમસ્યાનુ સમાધાન કરશે. મલ્ટી-ડિવાઈઝ સપોર્ટની મદદથી વોટ્સએપ યુઝર્સ એક સાથે વિવિધ ડિવાઈઝ પર પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે, તે પણ કોઈ પ્રાઈમરી ડિવાઈઝના ઇન્ટરનેટ વગર. યુઝર્સના પર્શનલ મેસેજ, મીડિયા અને કોલ એન્ડ-ટુ -એન્ડ એન્ક્રીપ્ટ રહેશે.

આ ફીચર જલ્દી જ તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે, જો કે તમામ એપ્લિકેશન ટેસ્ટર્સને સમય પહેલા એના ઉપયોગની મંજૂરી આપે છે. મલ્ટી-ડિવાઈઝ બીટા એક ઓપ્ટ-ઈન પ્રોગ્રામ છે જે તમને વેબ, ડેસ્કટોપ અને પોર્ટલ માટે વોટ્સએપના નવા વર્ઝનને ઉપયોગ કરવા માટે જલ્દી એક્સેસ આપે છે.

વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ એપ બીટા યુઝર્સ એન્ડ્રોઇડ અને સ્માર્ટફોન પર વોટ્સએપ બીટાના નવા વર્ઝનનો ઉપયોગ કરી શકે છે. આ ફીચર સીમિત દેશોમાં એપ યુઝર્સ માટે ઉપલબ્ધ થશે. જો કે, મલ્ટી-ડિવાઈઝ બીટા દુનિયા ભરમાં જારી કરવામાં આવશે.

પ્રથમ, તમારા ડિવાઈઝ પર WhatsAppના નવા વર્ઝન પર અપડેટ કરો. મલ્ટિ-ડિવાઇસ બીટામાં જોડાયા પછી તમે જે ડિવાઈઝનો ઉપયોગ કરી રહ્યાં છો તેને ફરીથી લિંક કરવાની જરૂર પડશે.

Android ડિવાઈઝ માટે

  • વોટ્સએપ ખોલો અને ટેપ મોર ઓપ્શન પર જાઓ.
  • લિંક કરેલ ઉપકરણો પર ટેપ કરો
  • મલ્ટિ-ડિવાઇસ બીટા પર ટેપ કરો.
  • જોઈન બીટા પર ટેપ કરો

આઇફોન માટે

  • વોટ્સએપ સેટિંગ્સ પર જાઓ
  • લિંક કરેલ ડિવાઈઝ પર ટેપ કરો.
  • મલ્ટિ-ડિવાઇસ બીટા પર ટેપ કરો
  • જોઈન બીટા પર ટેપ કરો

જો તમે 14 દિવસથી વધુ સમય માટે તમારા ફોનનો ઉપયોગ કરતા નથી, તો તમારા લિંક કરેલા ઉપકરણો ડિસ્કનેક્ટ થઈ જશે.

અત્યારે, આ તમામ સુવિધાઓ આ નવા વોટ્સએપ ફીચર સાથે ઉપલબ્ધ રહેશે નહીં-

  • લિંક કરેલ ડિવાઈઝ પર લાઈવ લોકેશન જુઓ.
  • ચેટ્સને વ્હોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ પર પિન કરવું.
  • વોટ્સએપ વેબ અને ડેસ્કટોપથી ગ્રુપમાં જોડાવું, જોવું અને રીસેટ કરવું. તેના બદલે તમારે તમારા ફોનનો ઉપયોગ કરવો પડશે.
  • તમારા ફોન પર WhatsApp ના જૂના વર્ઝન ઉપયોગ કરતા હોય તેવા કોઈને મેસેજ કરો અથવા કોલ કરો, તમારા લિંક કરેલા ડિવાઈઝમાં કામ કરશે નહિ.
  • તમારા પોર્ટલ પર અન્ય વોટ્સએપ એકાઉન્ટ્સ જ્યાં સુધી તે એકાઉન્ટ્સ મલ્ટિ-ડિવાઇસ બીટામાં સમાવિષ્ટ નહીં થાય ત્યાં સુધી કામ કરશે નહીં.
  • વ્હોટ્સએપ બિઝનેસ યુઝર્સ તેમના વેબ નામ અથવા લેબલને વોટ્સએપ વેબ અથવા ડેસ્કટોપ પરથી એડિટ કરી શકતા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *