થાઇરૉઇડ રોગ પર એક મહામારી વિજ્ઞાનના અભ્યાસ અનુસાર, અંદાજ કાઢવામાં આવ્યો છે કે ભારતમાં લગભગ 42 મિલિયન લોકો આ બીમારીથી પીડિત છે. જેમ-જેમ આ બીમારી વધી રહી છે તેની સાથે સંકળાયેલ ગેરસમજણો પણ લોકોના મનમાં ઉદ્દભવી રહી છે.
થાઇરૉઇડ ગ્રંથિ શરીરનો તે જરૂરી અંગ છે જે ચયાપચય, વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. આ પતંગિયા આકારની ગ્રંથિ હોય છે. આ ગ્રંથિ બે પ્રકારનાઅ હૉર્મોનનું ઉત્પાદન કરે છે. ટ્રાઇઆયોડોથાયરોનિન અને થાયરોક્સિન. થાઇરોઇડની આ બીમારી ભલે સામાન્ય છે, પરંતુ લોકોમાં તેને લઇને કેટલીય ગેરસમજ છે. જાણો, તેવી કેટલીક ગેરમાન્યતાઓ વિશે…
ગેરસમજ-1 : થાઇરૉઇડ સ્પષ્ટ લક્ષણ દર્શાવે છે, એટલા માટે તેનું નિદાન સરળ છે
થાઇરૉઇડ બીમારીના લક્ષણ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, મોટાભાગના લોકો તેને સામાન્ય લક્ષણ સમજી તેની અવગણના કરી શકે છે. થાઇરોઇડ રોગના લક્ષણોમાં વજન વધવું અથવા ઓછું થવું, થાક લાગવો, દસ્ત, કબજિયાત અથવા અનિયમિત પીરિયડ્સ સામેલ છે. સૂક્ષ્મતા અને ઓવરલેપના કારણે આ રોગનું નિદાન મુશ્કેલ બની શકે છે. હૉર્મોન લેવલનું ધ્યાન રાખવા માટે થાઇરૉઇડ પેનલ ટેસ્ટ કરાવવું તે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સામાન્ય બ્લડ ટેસ્ટ છે, જે લક્ષણો જણાતાં પહેલા થાઇરૉઇડની ઓળખ કરી શકે છે.
ગેરસમજ-2 : હાઇપોથાયરૉડિઝ્મની સમસ્યા માત્ર મહિલાઓમાં જોવા મળે છે
જો કે, આ વાસ્તવિકતા છે કે પુરુષોની સરખામણીમાં અંડર-એક્ટિવ થાઇરૉઇડ મહિલાઓમાં વધારે વિકસિત થાય છે. જો તમે સ્વસ્થ છો તો પુરુષ હોય કે મહિલા બંનેએ દર પાંચ વર્ષમાં પોતાનું થાઇરૉઇડ ફંક્શન ટેસ્ટ કરાવવું જોઇએ. જો તમને હાઇપોથાઇરૉડિઝ્મ છે, તો પ્રથમ વર્ષ માટે દર બે થી ત્રણ મહીનામાં હૉર્મોન ટેસ્ટ કરાઓ, જ્યાં સુધી હૉર્મોન લેવલ સ્થિર ન થઇ જાય.
ગેરસમજ-3 : લક્ષણ ઠીક થઇ જવા પર થાઇરૉઇડની દવા બંધ કરી શકાય છે
ના, એમ ન કરવું. લોકોએ સમજવું પડશે કે લક્ષણો ઠીક એટલા માટે થયા છે કારણ કે દવાઓ તમારી મદદ કરી રહી છે. એટલા માટે જ્યાં સુધી ડૉક્ટર ના કહે ત્યાં સુધી થાઇરૉઈડની દવા ભૂલથી પણ બંધ ન કરશો. દવાઓ બંધ કરી દેવાથી લક્ષણ ફરીથી જોવા મળી શકે છે. ધ્યાન રાખો, થાઇરૉઇડની દવા જમ્યાના એક કલાક પહેલાં ખાલી પેટ લેવામાં આવે તો વધારે સારી અસરકારક સાબિત થાય છે.
ગેરસમજ-4 : થાઇરૉઇડના દર્દીઓએ કોબીજ, ફૂલકોબી ન ખાવું જોઇએ
બ્રોકલી, ફૂલગોબી થાઇરૉઇડ દ્વારા આયોડીનનો ઉપયોગ કરવામાં હસ્તક્ષેપ કરે છે અને થાઇરોઇડ ગ્રંથિમાં હૉર્મોન ઉત્પાદન માટે આયોડીન મહત્ત્વપૂર્ણ હોય છે. પરંતુ શાકભાજીઓ પોષણ સંતુલનનો ભાગ છે. એટલા માટે તમને થાઇરૉઇ ડિસઑર્ડર હોય તેમછતાં પણ તમે ફૂલકોબી, કોબીજ, બ્રોકલી જેવા એક જ સમૂહની અન્ય શાકભાજીઓનું સેવન કરી શકો છો.
ગેરસમજ-5 : હાઇપોથાઇરોઇડિઝ્મ અંતર્ગત ઑટોઇમ્યૂન સ્થિતિને કારણે થાય છે
સામાન્ય રીતે હાઇપોથાઇરૉડિઝ્મનું સૌથી સામાન્ય કારણ થાઇરાડિસિસ નામના ઑટોઇમ્યૂન બીમારી છે, પરંતુ આ એકમાત્ર કારણ નથી. અન્ય પરિબળ જેવા કે અનુવાંશિક, પિટ્યૂટરી ગ્રંથિ સાથેની સમસ્યાઓ અને કેટલીક થાઇરૉઇડની દવાઓ પણ થાઇરૉઇડ હૉર્મોનના સ્તરમાં ઘટાડો થવા પાછળનું કારણ બની શકે છે. જો કે, થાયરોડિસિસના કારણે હાઇપોથાઇરોડિઝ્મ છે કે નહીં તે જાણવું સરળ છે. આ થાઇરૉઇડ એન્ટીબૉડીઝ વિશે એક લેબ ટેસ્ટ મારફતે જાણી શકાય છે. જેને થાઇરૉઈડ એન્ટીબોડી ટેસ્ટ કહેવામાં આવે છે. તમારા ડૉક્ટરને કોઇ પણ પ્રકારના લક્ષણો વિશે જણાવતા સંકોચ ન કરશો. હૉર્મોનના સ્તરનું નિયમિત રીતે તપાસ કરાવતા રહો અને સ્વસ્થ રહો.