ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકા ની આગામી ચુંટણી માટે “આપ” એ સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
ગુજરાતના રાજકારણ ની ઉથલ-પાથલ પછી ગાંધીનગર મહાનગરપાલિકા, થરા અને ઓખા નગરપાલિકાઓની સામાન્ય ચુંટણી, ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચુંટણી તથા અન્ય સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચુંટણી જે ઓક્ટોબર-૨૦૨૧ માં યોજાનાર છે જેમાં આમ આદમી પાર્ટી એ તેમના રાજકીય પક્ષ ના નેતાઓ ના નામોની યાદી ચુંટણી આયોગ ને મોકલી આપી હતી. આ યાદી માં દિલ્હી અને ગુજરાત ના મોટા દિગ્ગજ નેતાઓ ના નામ છે જે આમ આદમી પાર્ટી ના સ્ટાર પ્રચારક તરીકે આગામી ગુજરાતની ચુંટણી માં પ્રચાર કરશે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ૨૦૨૨ ની ચુંટણીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. ગુજરાત ના આ સામાન્ય અને મધ્યસત્ર ચુંટણીમાં દિગ્ગજ નેતાઓ ને સ્ટાર પ્રચારક તરીકે જાહેર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટી નું આગામી ચુંટણી નું રાજકીય સમીકરણ અને ગુજરાત માં વધારે માં વધારે સીટો થી જીતવાનું લક્ષ્યાંક અત્યારથી જ શરૂ કરી દીધું હોય એવું લાગી રહ્યું છે.