IPL 2021: આજે દુબઇમાં ટકરાશે મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (MI vs CSK)

પ્રતિક્ષાની ઘડીઓ હવે પૂરી થઈ ગઈ છે. કારણ કે આજથી T20 નો રોમાંચ ફરી શરૂ થઈ રહ્યો છે. કોઈ સામાન્ય T20 મેચ નથી, પરંતુ આજ થી આઈપીએલ શરૂ થઈ રહી છે. IPL 2021 સીઝન, જે કોરોના વાયરસને કારણે 4 મેના રોજ બંધ કરવામાં આવી હતી, તે ફરી એકવાર શરૂ થઈ રહી છે.ગયા વર્ષની જેમ ફરી એક વખત UAE ના પર મેદાન ટૂર્નામેન્ટની મેચ રમાનાર છે. પ્રથમ મેચ ટુર્નામેન્ટની બે સૌથી સફળ ટીમો વચ્ચે રમાનાર છે. મુંબઈ ઈન્ડીયન્સ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ (MI vs CSK). એટલે કે ત્રણ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સામે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ આજે ટકરાશે.

 

આ બે એવી ટીમો છે, જેમનું IPL માં પ્રદર્શન અન્ય તમામ ટીમોની સામે જબરદસ્ત છે. પરંતુ જ્યારે ટક્કરની વાત આવે છે, ત્યારે દરેકને લાગે છે કે, કદાચ આકરી ટક્કર જામશે. પરંતુ એવું નથી.મુંબઈએ હંમેશા CSK પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.રેકોર્ડ એકદમ એકતરફી છે. આઈપીએલમાં બંને ટીમો વચ્ચે 32 મેચ થઈ છે, જેમાંથી મુંબઈએ 19 જીત સાથે જબરદસ્ત લીડ મેળવી રાખી છે.આ દરમ્યાન, ચેન્નાઈ માત્ર 13 વખત જીત્યું છે.આમ હોવા છતાં, દરેક દિવસ એક નવી મેચ છે અને પરિણામ કોઈપણ રીતે જઈ શકે છે.

હવે બે ટીમો વચ્ચે આ ટક્કરના વિશે વાત.ખરેખર, આ મેચનું પરિણામ ટુર્નામેન્ટની દિશા નક્કી કરશે. કારણ કે તે ટુર્નામેન્ટની શરૂઆત નથી, પરંતુ વચ્ચેનો તબક્કો છે. જ્યાંથી પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થશે. આ સિઝન મુંબઈ માટે સારી નહોતી અને ટીમ 7 માંથી 3 મેચ હારી ગઈ હતી. ટુર્નામેન્ટ સ્થગિત થઈ ત્યાં સુધીમાં ટીમ માત્ર 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને હતી. આવી સ્થિતિમાં હંમેશા ‘સ્લો સ્ટાર્ટર’ તરીકે ઓળખાતા મુંબઈને હવે ચોથા ગિયરમાં સીધી શરૂઆત કરવી પડશે. આ કાર્ય માટે ટીમ પાસે મજબૂત કોર છે, જે તેની સફળતાનું કારણ છે. તેણે ફક્ત તે જ ફોર્મ્યુલા ફરીથી લાગુ કરવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *