કોરિયોગ્રાફર રેમો ડિસોઝાના પત્નીનું ટ્રાન્સફોર્મેશન, ફોટો જોઈને તમે ઓળખી નઈ શકો!

 

વજન ઓછું કરવું સહેલું નથી. આ માટે તમારે ખુબ મહેનત કરવી પડે છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે અને પોતાને ફિટ કરવાનો પ્રયાસ કરે છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે પોતાનું વજન ઘટાડીને લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. આ ફિલ્મ નિર્માતા રેમો ડિસૂઝા (Remo D Souza) ની પત્ની લિઝેલનું નામ છે. રેમોએ સોશિયલ મીડિયા પર પોતાની પત્નીના ટ્રાન્સફોર્મેશનની તસ્વીર શેર કરીને બધાને ચોંકાવી દીધા છે.

રેમોએ સોશિયલ મીડિયા પર લિઝેલ સાથે બે તસ્વીરો શેર કરી છે. એક વજન ઘટાડ્યા પહેલાની અને એક પછીની. ફોટોમાં અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમને પોતાની પત્ની પર ખૂબ ગર્વ થઈ રહ્યો છે.

રેમોએ તેની પત્ની લિઝેલની પ્રશંસા કરતા લખ્યું – અહીં પહોંચવા માટે ઘણી મહેનતની જરુરત હોય છે પરંતુ સૌથી મોટી લડાઈ પોતાની સાથે હોય છે, જે મેં લીઝેલને પોતાની સાથે લડતા જોઈ છે અને તે મેળવ્યું છે જે અશક્ય છે. હું હંમેશા કહું છું કે આ તમારું દિમાગ છે, તમારે તેને મજબૂત બનાવાનું છે અને લિઝ તમે તે કરી બતાવ્યું. તમારા પર ખૂબ ગર્વ છે. તમે મારા કરતા મજબૂત છો, તમે મને પ્રેરણા આપો છો. લવ યુ.

જુલાઈ મહિનામાં, લિઝેલે જીમમાંથી એક વીડિયો શેર કર્યો હતો. જેની સાથે તેમણે તેમનો એક મહિનાનો કીટો આહાર વિશે લખ્યું હતું. તેમણે લખ્યું હતું – એક મહિનો કીટો. 6 કિલો ઓછું કર્યું. આ મહિનો બહુ ગંભીર નહોતો કારણ કે ડેન્ટલ સર્જરી કરવામાં આવી હતી. હવે ફરી વર્કઆઉટ શરૂ થયું છે. 10 સેશન કર્યા પછી મેટમાંથી ઉઠવાની હિંમત નહોતી પણ ખૂબ સારું અને હલકું મહસૂસ થઈ રહ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *