2019ની લોકસભાની ચૂંટણીમાં પૈસા લઇને ટિકિટ નહીં આપવાના આરોપોમાં પટનાની સીજેએમ કોર્ટે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મીસા ભારતી સહિત છ લોકોની સામે ફરિયાદ દાખલ કરવાના આદેશ આપ્યા છે.
જે લોકોની સામે ફરિયાદ દાખલ કરવા કહ્યું છે તેમાં બિહાર કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન, કોંગ્રેસ પ્રવક્તા રાજેશ રાઠોડ, કોંગ્રેસના દિવંગત સદાનંદ સિંહના પુત્ર સુભાનંદ મુકેશ પણ સામેલ છે. આ લોકોની સામે આરોપ છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં આ લોકોએ કોંગ્રેસ નેતા અને વકીલ સંજીવ કુમારસિંહ પાસેથી પાંચ કરોડ રૂપિયા લીધા હતા. અને ભાગલપુર લોકસભાની ટિકિટ આપવાનું વચન આપ્યું હતું.
આ સમગ્ર મામલામાં 18મી ઓગસ્ટના રોજ સંજીવ કુમારસિંહે પટના સીજેએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. સંજીવ કુમારસિંહે આરોપ લગાવ્યો હતો કે 15મી જાન્યુઆરી 2019ના ભાગલપુરથી ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ તેમણે આરજેડી નેતા તેજસ્વી યાદવ અને મીસા ભારતી, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા, દિવંગત નેતા સદાનંદસિંહના પુત્ર અને કોંગ્રેસના પ્રવક્તા રાજેશ રાઠોડને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા પણ ટિકિટ નહોતી આપી.