પોર્ન ફિલ્મ બનાવવાના ચકચારજનક કેસમાં પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઉદ્યોગપતિ પતિ રાજકુંદ્રાનો કોર્ટે આજે જામીન મંજૂર કર્યા છે. બે મહિનાથી જેલમાં રાખવામાં આવેલા રાજ કુંદ્રાને 50 હજાર રૂપિયાના હાથમુચરકા પર જામીન મળી ગયા છે.
અભિનેત્રી પાસે ઓડીશનના બહાને બોલ્ડ સીન કરાવવામાં આવતા હોવાનો આરોપ કરાયો હતો. પોલીસે પૂરક ચાર્જશીટ દાખલ કર્યા બાદ રાજ કુંદ્રાએ ફરી જામીન માટે અરજી કરી હતી. પૂરજ ચાર્જશીટમાં તેના વિરોધમાં પુરાવા ન હોવાનો દાવો કરતા કુંદ્રાએ જામીન માટે વિનંતી કરી હતી. છેવટે આજે કોર્ટે કુંદ્રાના જામીન મંજૂર કર્યા હતા. આમ હવે કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ રાહતનો શ્વાસ લીધો છે.
વેબસિરીજ અને ફિલ્મોમાં કામ આપવાને બહાને અભિનેત્રી, મોડેલનું ઓડીશન લેવામાં આવતું હતું. બોલ્ડ સીનના નામે તેમની પાસે સેમીન્યૂડ અને ન્યૂડ સીનનું શૂટીંગ કરાવવામાં આવતું હતું. આ બાબતનો અમુક અભિનેત્રીઓએ વિરોધ કર્યો હતો. નાની વિડીયો ક્લિપ, શોર્ટ ફિલ્મ બનાવીને વેબસાઈટ અને મોબાઈલ એપ્સને વેચવામાં આવતી હતી.
પોલીસે મલાડના મઢમાં એક બંગલામાં પોલીસે છાપો માર્યો ત્યારે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. પોલીસને રાજકુંદ્રાના વ્હોટસએપ ચેટથી કેસમાં મહત્ત્વની માહિતી મળી હતી. અશ્લીલ ફિલ્મથી કુંદ્રાને દરરોજ લાખો રૂપિયાની કમાણી થતી હોવાનું ચેટ પરથી જાણવા મળ્યું હતું. આ મામલામાં કુંદ્રા ઉપરાંત કંપનીના આઈટી હેડ રાયન થોર્પ અને અન્યની ધરપકડ કરાય હતી.