અફઘાનિસ્તાનમાં એક સમયે તાલિબાની આતંકીઓ નાગરિકો પર હુમલા કરતા હતા જ્યારે હવે આઇએસ નામના આતંકી સંગઠને તાલિબાનો પર હુમલા કરવાનું શરૂ કરી દીધુ છે. આઇએસએ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રવિવારે ગોળીબાર કર્યો હતો. જેમાં 35થી વધુ તાલિબાનો માર્યા ગયા હતા જ્યારે અનેક ઘવાયા હતા.
અમાક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર જલાલાબાદમાં શનિવારે ત્રણ જુદા જુદા સૃથળોએ બોમ્બ વિસ્ફોટો થયા હતા. તાલિબાનો એક પીકઅપ ટ્રકમાં જઇ રહ્યા હતા, તે સમયે જ આઇએસ દ્વારા તેમના પર બોમ્બ ફેકવામાં આવ્યા હતા. 35 જેટલા તાલિબાનો આ હુમલામાં માર્યા ગયા હતા જ્યારે અનેક લોકો ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને 30મી ઓગસ્ટે પરત બોલાવી લીધા તે બાદ અફઘાનિસ્તાનમાં સૌથી મોટા વિસ્ફોટો થયા છે. તાલિબાન અને આઇએસ બન્ને આતંકી સંગઠનો છે.
અને બન્નેમાં સુન્ની ઇસ્લામિક લડાકાઓ છે. તેમ છતા બન્ને દ્વારા હાલ સામસામે હુમલા થઇ રહ્યા છે. કેમ કે બન્ને વચ્ચે વિચારધારા અને સ્ટ્રેટેજીને લઇને વિવાદ ચાલી રહ્યા છે. હક્કાની નેટવર્ક પણ તાલિબાનો પર હુમલા કરી રહ્યું હોવાના અહેવાલો છે. જેને પગલા હાલ અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સિૃથતિ છે અને હુમલા વધી રહ્યા છે.