આ વર્ષે નવેમ્બરમાં યોજાશે NDAની પરીક્ષા, સુપ્રીમ કોર્ટે સરકારને વધુ સમય આપવાનો કર્યો ઇન્કાર

નેશનલ ડિફેન્સ એકેડમી (National Defence Academy- NDA) હેઠળ મહિલાઓને સેનામાં સામેલ થવામાં નવો વળાંક આવ્યો છે. કેન્દ્ર સરકારે (Central Government) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આ નવી નીતિઓ લાગુ કરવા માટે વધુ સમયથી માંગ કરી છે. સાથોસાથ કોર્ટને જણાવવામાં આવ્યું કે મહિલાઓ આ વર્ષે પરીક્ષામાં સામેલ નહીં થઈ શકે. સરકારની આ વાતને સુપ્રીમ કોર્ટે માનવાનો ઇન્કાર કરી દીધો છે. કોર્ટે સરકારને મહિલાઓની પરીક્ષા લેવા માટે કહ્યું છે. આ વર્ષે નવેમ્બરમાં પરીક્ષા યોજાવાની છે.

કેન્દ્ર સરકારે એપેક્સ કોર્ટને કહ્યું છે કે તેઓ મહિલાઓને આગામી વર્ષે મે મહિના સુધી જ NDAમાં સામેલ કરી શકશે. જોકે, કોર્ટે સરકારની માંગને માની નથી અને મહિલાઓને પરીક્ષામાં સામેલ કરવા માટે કહ્યું છે. સાથોસાથ કોર્ટે સરકારને નીતિઓને લાગુ કરવા માટે 6 મહિનાનો વધુ સમય આપવાનો પણ ઇન્કાર કરી દીધો છે. મંગળવારે જ સરકારે કહ્યું હતું કે મહિલાઓ એનડીએના માધ્યમથી એડમિશન મેળવી શકશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સેના તો દરેક કામ તાત્કાલિક કરે છે. અમે પહેલા જ આદેશ આપ્યો હતો કે નવેમ્બરમાં મહિલાઓ પરીક્ષા આપશે. કોર્ટે કહ્યું કે, મહિલાઓને એવું કહેવછું ઠીક નથી કે 6 મહિના વધુ રાહ જોઈ લો. સરકારને કહેવામાં આવ્યું છે કે, તેઓ પરીક્ષા લે, ત્યારબાદ જોઈશું કે કેટલી મહિલાઓ ઉપસ્થિત થાય છે. કોર્ટે કહ્યું કે અમને આશા છે કે સરકાર આ કામ કરી લેશે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ભારતીય સેના, નૌસેના અને વાયુસેનામાં મહિલાઓને પ્રતિષ્ઠિત NDAના માધ્યમથી એડમિશન શરુ કરવામાં આવશે, જેના માટે સરકાર મે 2022 સુધી જરુરી વ્યવસ્થા ઊભી કરી લેશે. મે 2022ની ડેડલાઇનને પૂરી કરવા માટે રક્ષા મંત્રાલયે તૈયારી શરુ કરી દીધી છે. કેન્દ્ર સરકારનો આ જવાબ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયો હતો.

આ પહેલા કોર્ટે કેન્દ્ર સરકારને સોગંધનામું દાખલ કરી ટાઇમલાઇન જણાવવા માટે કહ્યું હતું, જેનાથી સ્પષ્ટ થશે કે ક્યાં સુધીમાં મહિલાઓ NDA એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં એડમિશન લઈ શકશે. સુપ્રીમ કોર્ટમાં એક જાહેરહિતની અરજી દાખલ થઈ હતી જેમાં બરાબરીનો હવાલો આપતા માંગ કરવામાં આવી હતી કે મહિલાઓને પણ NDAમાં એડમિશન મળવું જોઈએ.

શરૂઆતમાં કેન્દ્ર સરકારે તેનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટના કડક વલણ બાદ સરકારે આ નીતિગત નિર્ણય લેવો પડ્યો હતો કે હવે મહિલાઓને પણ NDAમાં એડમિશન મળશે. એનડીએમાં ધોરણ-12 પાસ કર્યા બાદ આકરી પ્રવેશ પરીક્ષા બાદ એડમિશન આપવામાં આવે છે. અહીંના કેડેટને બાદમાં સેનામાં ઓફિસર રેન્ક માટે તૈયાર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *