ICMR: 75 ટકા એન્ટિબોડી સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે

છેલ્લા કેટલાય દિવસોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવશે. પણ કોરોનાની સંભવિત ત્રીજી લહેરની જુદી જુદી વાતો અને આશંકાઓ વચ્ચે ICMR ના તાજેતરના સર્વેમાં ગુજરાત અંગે મતો ખુલાસો થયો છે. કોરોનાની ત્રીજી લહેર અંગે ICMR દ્વારા દેશભરમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં મોટું તારણ સામે આવ્યું છે.ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર દિલીપ માવલંગરેના જણાવ્યા મુજબ આ સર્વે અંતર્ગત ગુજરાતનાં 75 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલોપ થઈ છે.

તો બીજી તરફ આ સર્વે પ્રમાણે અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી હોવાનું પણ સામે આવ્યું છે. એન્ટિબોડીઅંગે ગુજરાત દેશભરમાં ચોથો ક્રમ પર રહ્યું છે.. તો રસીકરણ મામલે ગુજરાત પ્રથમ ક્રમે છે.ગુજરાતના 8500 ગામ એવા છે કે, જ્યાં 100 ટકા રસીકરણ થયું છે.આ જ કારણ છે કે ગુજરાતમાં 75 ટકા લોકોમાં એન્ટિબોડી ડેવલોપ થઈ છે, અને તેમાં પણ અમદાવાદમાં 82 ટકા લોકોમાં એન્ટિબોડી વિકસી ચૂકી છે.આ સર્વે અને તેના તારણ પરથી એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત પરથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરનું સંકટ ટળી શકે છે..

આ ઉપરાંત પ્રોફેસર દિલીપ માવલંગરે વધુમાં જણાવ્યું કે કોરોના વાઈરસના ડેલ્ટા વેરિયન્ટને કારણે હર્ડ ઈમ્યૂનિટીની વધી ગઈ છે. ડેલ્ટા વેરિયન્ટ પહેલા જે હર્ડ ઈમ્યૂનિટી 75 ટકા સુધી ગણવામાં આવતી હતી તે હવે વધી ગઈ છે. પ્રોફેસર દિલીપ માવલંગરના જણાવ્યા મુજબ જો 85 ટકા લોકોમાં ઈમ્યૂનિટી હોય તો તેને હર્ડ ઈમ્યૂનિટી સુધી પહોંચી ગયા છીએ તેવું કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *