ગુજરાત(Gujarat) વિધાનસભામાં કોંગ્રેસના(Congress) ધારાસભ્યોએ હોબાળો કર્યો છે. તેમજ અધ્યક્ષને પ્લે કાર્ડ (Play Card) દર્શાવીને કોરોના મુદ્દે ગૃહમાં હોબાળો કર્યો છે.
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના(Monsoon Session) બીજા અને અંતિમ દિવસે વિપક્ષે કોંગ્રેસે સીએમ ભૂપેન્દ્ર પટેલની નવી સરકાર પર પસ્તાળ પાડી છે. જેમાં કોંગ્રેસે વિધાનસભામાં કોરોના મુદ્દે સરકારને ઘેરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ કોરોનાના મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી સહિત કોંગ્રેસના અન્ય MLA વેલમાં ધસી આવ્યા હતા.
જેના પગલે વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસના 10 ધારાસભ્યોને પ્રશ્નોત્તરી કાળ સુધી ગૃહમાંથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ તેની બાદ ગૃહ મુલતવી રાખવામાં આવ્યું હતું. આ હોબાળા બાદ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ સાથે બેઠક કરી હતી.