આગ્રાના ભેજાબાજ એ સરકારને રૂ. 100 કરોડનો ચૂનો લગાવ્યો

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાંથી એક ખુબ મોટા કૌભાંડનો કિસ્સો બહાર આવ્યો છે. કેન્દ્રીય જીએસટીના વિભાગના અધિકારીઓએ એવા એક ચાલાક ભેજાબાજની ધરપકડ કરી હતી જેણે સરકારને રૂ. 100 કરોડનો ચૂનો લગાવ્યો હતો.

 

આ કૌભાંડીએ નકલી કંપનીઓ ઉભી કરી બાદમાં ટેક્સની ચોરી કરીને આ કામ કર્યું હતું. સરકારી અધિકારીઓએ આરોપીની ઓળખ નિતિન વર્મા તરીકે કરી હતી અને તેને આગ્રાની આવાસ વિકાસ કોલોનીના સેક્ટર-7માંથી ઝડપી લેવાયો હતો.

 

આ કૌભાંડીએ પહેલાં તો 126 જેટલી નકલી કંપનીઓ બનાવીનેવ રૂ. 700 કરોડનો વેપાર કર્યો હોવાનુ દર્શાવ્યું હતું, ્ને છેલ્લે આ વેપાર ઉપર રૂ. 100 કરોડની ટેક્સ ચોરી કરીને સરકારી તિજોરીને રૂ. 100 કરોડના ખાડામાં ઉતારી દીધી હતી. આ ભેજાબાજ એટલો હોશિંયાર હતો કે તેણે સાવ અભણ અને ગરીબ લોકોના આધાર કાર્ડની મદદથી નકલી કંપનીઓની પક્ત પેપર ઉપર રચના કરી હતી.

 

કંપનીની સ્થાપના થઇ ગયા બાદ તે કંપનીની સત્તાવાર રીતે નોંધણી પણ કરાવતો હતો અને ત્યારબાદ તે ફક્ત કાગળ ઉપર વેપાર થયો હોવાનું દર્શાવતો હતો, અર્થાત નકલી ઇન્વોસિસ તૈયાર કરીને તેના ઉપર ઇન્પુટ ટેક્સ ક્રેડિટ લેતો હતો. મજાની વાત તો એ છે કે નિતિન વર્મા છેલ્લા બે વર્ષથી તેનું આ કૌભાંડ ચલાવી રહ્યો હતો, અને સરકારી અધિકારીઓ તેને બે વર્ષથી શોધી રહ્યા હતા.

 

રવિવારે સાંજે કેન્દ્રિય જીએસટી વિભાગના અધિકારીને બાતમી મળી હતી કે નિતિન વર્મા આગ્રાની આવાસ વિકાસ કોલોનીમાં તેના ઘરે મોજૂદ છે. બાતમી મળતાની સાથે જ કેન્દ્રિય જીએસટીના અધિકારીઓની એક ટુકડી પોલીસને સાથે લઇ આવાસ વિકાસ કોલોની પહોંચી ગઇ અને આરોપી વર્માને ઝડપી લીધો હતો.

 

આરોપીની ધરપકડ કર્યા બાદ અધિકારીઓએ તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી અને તેને હાલ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. તે ઉપરાંત અધિકારીઓએ નિતિન વર્માના તમામ બેંક એકાઉન્ટ ફ્રીજ કરાવી દીધા છે.

 

અધિકારીઓએ આરોપી પાસેથી શક્ય એટલી વધુ રકમની રિકવરી કરવાનું કામ પણ શરૂ કરી દીધું હતું. કેન્દ્રિય જીએસટી વિભાગના અધિક્ષક આર.ડી સિંહે માહિતી આપી હતી કે નિતિન વર્માની સાથે અન્ય કેટલાંક લોકો પણ સંકલાયેલા હતા અને તે તમામની ધરપકડ કરવાની કા4યવાહી પમ શરૂ કરી દેવાઇ છે.

 

આર.ડી સિંહના જણાવ્યા અનુસાર રૂ. 100 કરોડની ટેક્સ ટોરી કરનાર નિતિન વર્મા અત્યંત વૈભવી ઠાઠમાઠથી રહેતો અને અમીરોને પણ શરમાવે એવા જલસા કરતો હતો. તેણે અનેક વાર વિદેશોની ટ્રિપ પણ લગાવી હતી અને રાજકારણી નેતાઓ અને મીડિયાના કર્મચારીઓ અને પત્રકારો સાથે પણ તેણે સંબંધો મજબૂત બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *