2 અબજથી વધુ Google ક્રોમ યુઝર્સને એક મહત્વપૂર્ણ હેકની શોધ બાદ પોતાના બ્રાઉઝરને અપડેટ કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ એટેક આશરે તમામ Google ક્રોમ યુઝર્સને હેક થવાના ખતરામાં નાંખી શકે છે. Google Chrome માં એક નવુ Zero Day Hack એક્સપ્લોઇટ મળ્યા બાદ Google એ પોતાને એક બ્લોગ પોસ્ટમાં હેકની પુષ્ટિ કરી છે. પોસ્ટમાં લખ્યું છે, અમે પહેલા CVE-2021-30563 નામના ઝીરો ડેના શોષણ વિશે ચેતવણી આપી હતી અને હવે વધુ એક એક્સપ્લોઇટ સામે આવ્યું છે, જે એટલુ જ ખતરનાક છે, જેનું નામ CVE-2021-37973 છે, પોતાના બ્લોગમાં Googleએ કહ્યું, Google તે વાત જાણે છે કે CVE-2021-37973 ખૂબ જ ખતરનાક છે.
આ એક Zero Day Hack એક્સપ્લોઇંટ છે અને તેનો અર્થ એ છે કે સાયબર અપરાધી તેનો ફાયદો ઉઠાવવા માટે સક્ષમ છે. ગૂગલને જાણ થતા પહેલા જ Zero Day Hack એક્સપ્લોઇંટ ખરાબ રીતે ફેલાઇ ચુક્યો છે. તેની પહેલા કે તે Google ક્રોમને રોકવા માટે એક પેચ જારી કરી શકે, તેની પહેલા ગૂગલ ક્રોમના 2.65 બિલિયન યુઝર્સ ખતરામાં છે.
Google ક્રોમ હેક વિશે Google બ્લોગે જણાવ્યું કે તે Google કર્મચારીઓ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું, કોઇ થર્ડ પાર્ટી દ્વારા નહી અને સૌથી મહત્વની વાત એ છે કે તમામ યુઝર્સ માટે Google ક્રોમ અપગ્રેડ જરૂરી છે અને જેટલી જલ્દી તે કરી શકો તેટલુ સારુ છે.
“High CVE-2021-37973: પોર્ટલનો ફ્રીમાં ઉપયોગ કરો. Google TAG સાથે ક્લેમેંટ લેસીગ્ને દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો,2021-09-21 ના રોજ Google પ્રોજેક્ટ ઝીરો સાથે સર્ગેઇ ગ્લેજુનોવ અને માર્ક બ્રાન્ડ સાથે ટેક્નીકલ સહાયતા સાથે. સાથે જ કહ્યું, અમે તે તમામ સુરક્ષા શોધકર્તાઓનો પણ આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ જેમણે વિકાસ ચક્ર દરમિયાન અમારી સાથે કામ કર્યુ જેથી સુરક્ષા બગને સ્થિર ચેનલ સુધી પહોંચવાથી રોકી શકાય. તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે 2 અબજ Google ક્રોમ યુઝર્સ માટે, Google એ તમામ માટે એક ફિક્સ જારી કર્યુ છે.
કેવી રીતે ચેક કરશો તમારુ Google ક્રોમ બ્રાઉઝર સુરક્ષિત છે કે નહીં?
-સેટિંગ્સમાં જાઓ
-હેલ્પ પર ક્લિક કરો
-અબાઉટ ગુગલ ક્રોમ પર જાઓ
-Google Chrome વર્ઝન 94.0.4606.61 કે તેથી વધુ સુરક્ષિત છે.
-જો તમારી પાસે આ વર્ઝન નથી, તો તમે કંઇ નહીં કરી શકો, બસ રાહ જુઓ અથવા તમે મશીનને બંધ કરી શકો છો.
Google ક્રોમ અપગ્રેડ કર્યા બાદ, બધુ જ ક્રમમાં લાવવા માટે મશીનને ફરીથી રિસ્ટાર્ટ કરો. આમ કરવુ એટલુ જ જરૂરી છે જેટલુ કે અપગ્રેડ કરવુ.