આજે, 29મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ મનાવાશે

29મી સપ્ટેમ્બર સમગ્ર વિશ્વમાં વિશ્વ હ્યદય દિવસ (World Heart Day) તરીકે મનાવવામાં આવે છે. હ્યદયરોગ સબંધિત તકલીફો સંદર્ભે જનજાગૃતિ કેળવાય તે હેતુથી આ દિવસની ઉજવણી વિશ્વભરમાં થાય છે. આ સંદર્ભે ડોકટર જયલ શાહે (Dr. Jayal Shah) જણાવ્યું હતું કે, એક અભ્યાસ પ્રમાણે, 90ના દશકમાં જોવા મળતા હાર્ટ અટેકના (Heart attack) પ્રમાણ કરતા છેલ્લા 10 વર્ષમાં 40થી ઓછી વયજૂથના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ 20 ટકા જેટલું વધ્યું છે. અગાઉ 50થી 60ની વયજૂથના લોકોમાં જ હાર્ટ એટેકના કિસ્સા વધુ જોવા મળતા હતા. પરંતુ હાલ 30થી 40ની વયજૂથના યુવાનોમાં પણ હાર્ટ અટેકના કિસ્સા જોવા મળી રહ્યા છે.

યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ ડોકટર જયલ શાહ યુવાનોમાં હાર્ટ અટેક માટે સ્ટ્રેસ, આલ્કોહોલનું સેવન, ધુમ્રપાન અને ઝડપી જીવનશૈલી જેવા પરિબળો કારણભૂત હોવાનું જણાવે છે.તેમના મતે યુવાનોમાં કામનું ભારણ, સ્ટ્રેસ, કારકિર્દીને લગતી ચિંતા,ખોરાકની અનિયમિતતા, મેદસ્વીપણુ,અપૂરતી ઉંધ પણ હાર્ટ અટેકને નોતરતા હોવાનું અનુમાન છે.

સામાન્ય રીતે હૃદય રોગ (Heart attack symptoms)ના મોટાભાગના લક્ષણો પર ધ્યાન જતું નથી અને આગળ જતા તેનું ખૂબ ધાતક પરિણામ સામે આવે છે. હૃદયના સ્વાસ્થ્ય (Heart health) પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે (World heart day) મનાવવામાં આવે છે. આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ 2000માં થઇ હતી. તે સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે દર વર્ષે વર્લ્ડ હાર્ટ ડે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મનાવવામાં આવશે. પરંતુ વર્ષ 2014માં આ ખાસ દિવસ મનાવવા માટે 29 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરાઈ હતી.

આજના સમયમાં ખોટી લાઇફસ્ટાઇલના કારણે નાની ઉંમરનાથી લઇને વૃદ્ધો સુધી ઘણ બધા લોકો હૃદય રોગથી પીડાતા હોય છે. હૃદય રોગ આજે સમગ્ર વિશ્વમાં ગંભીર બીમારી (Heart disease) તરીકે ઉપસી આવ્યો છે. દેશમાં પણ દર પાંચમો વ્યક્તિ હૃદયનો દર્દી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *