IPL 2021 માં, વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને પંજાબ કિંગ્સની (Punjab Kings) ટીમો મંગળવારે અબુધાબીમાં મેદાન પર ઉતરી હતી. બંને ટીમો ઇચ્છે છે કે તે પ્લેઓફમાં પહોંચે અને આ માટે તેઓ સખત મહેનત કરી રહ્યા છે. કોઈ પણ ખેલાડી રન બનાવવાની અને વિકેટ લેવાની તક ગુમાવવા માંગતો નથી કારણ કે ટીમ માટે જીત મહત્વની છે. પરંતુ ઘણી વખત ખેલાડીઓ હાર-જીતને કરતા રમતને વધુ સન્માન આપે છે. જે વખતે તેઓ કંઈક એવુ કરે છે કે જેના પર દરેકને ગર્વ થાય.
મુંબઈના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા (Krunal Pandya) એ પણ કંઈક આવું જ કર્યું છે. કૃણાલે પંજાબ સામે બોલિંગ કરતી વખતે દિલ જીતી લે તેવું કામ કર્યું છે. તેણે પંજાબના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) સામેની અપીલ પાછી ખેંચી લીધી.
પંજાબનો ક્રિસ ગેઇલ ઇનિંગની છઠ્ઠી ઓવર દરમ્યાન પંડ્યાની સામે હતો. ઓવરના પાંચમા બોલને પંડ્યાએ ફેંક્યો હતો જે ફુલ લેન્થ હતો. ગેઇલે તેને સામેની તરફ રમ્યો હતો. આ બોલ પંજાબના કેપ્ટન રાહુલ જે નોન સ્ટ્રાઈકરના છેડે ઉભો હતો તેને જઇને ટકરાઇને પંડ્યા પાસે આવ્યો. તેણે તરત જ બોલ પકડ્યો અને વિકેટ પર ફટકાર્યો. અપીલ પણ કરી હતી.
અમ્પાયરે આ માટે થર્ડ અમ્પાયરની મદદ લેવી પડે. અમ્પાયરે ત્રીજા અમ્પાયરને ઇશારો કરતા જ પંડ્યાએ કહ્યું કે, તે અપીલ પાછી ખેંચી રહ્યો છે. પંડ્યાના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે.
Best moment of the Match 💙💙❤ This is what we call as Sportsmanship ❤❤ @mipaltan #MumbaiIndians pic.twitter.com/wWxFHmig3G
— ⟆αϲհιƞ ⟆αʀαƞ (@VALIMAITHALA60) September 28, 2021