વડાપ્રધાન નરન્દ્ર મોદીએ દેશના કૃષિજગતને એક મોટી ભેટ આપી હતી. તેમણે જુદા જુદા પાકોની નવી 35 જાતને દેશના ખડૂતોને સમર્પિત કરી હતી. તે ઉપરાંત વડાપ્રધાને છત્તીસગઢના રાયપુર ખાતે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટના નવા પરિસરને લોકાર્પણ કર્યું હતું,
વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, તે ઉપરાંત આ પ્રસંગે તમેણે દેશના ખેડૂતોને પણ સંબોધન કર્યું હતુ. આ પ્રસંગ મોદીએ ક્લાઇમેટ ચેઇન્જની ખતરનાક અસરોને પહોચી વળવા સત્વરે પગલાં લવાની પણ હાકલ કરી હતી.
ખડૂતોને સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે કૃષિ એ આપણી પ્રાચિન પરંપરા છે પરંતુ તે સાથે માર્ચ ટુ ફ્યુચર (ભવિષ્ય તરફ આગળ વધો) પણ એટલું જ મહત્વનું છે. જ્યારે આપણે ફ્યુચરની વાત કરીએ છીએ ત્યારે તેના મૂળમાં આધુનિક ટેકનોલોજી પણ રહેલી છે અન આ ટેકનોલોજી જ કૃષિનું નવુ ઓજાર છે.
વિવિધ પાકોના લઘુતમ ટેકાના ભાવો (એમએસપી) અંગ વડાપ્રધાને કહ્યું હતું કે અમે ખેડૂતો માટે વિવિધ પાકોના લઘુતમ ટેકાના ભાવોમાં વધારો કરવા સાથે ખરીદવાની સમગ્ર પ્રક્રિયામાં પણ ધરખમ સુધારા કર્યા છે, જથી કરીને વધુને વધુ ખેડૂતોને તેનો લાભ મળી શક. તેમણે કહ્યું હતું કે રવિ સીઝનમાં સરકારે ખડૂતો પાસેથી 430 લાખ મેટ્રિક ટન ઘંઉ ખરીદ્યા હતા.
વડાપ્રધાને દેશના ખેડૂતોને વિવિધ પાકોની જે નવી 35 જાત સમર્પિત કરરી હતી તેમાં ચણાની એવી જાતનો ઉલ્લેખ કરાયો છે કે આ નવી જાતના ચણા દુષ્કાળ જેવી કુદરતી આફતનો પણ આસાનીથી સામનો કરી શકશે. તે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતાં ચોખાની નવી જાતને પણ મોદીએ ખેડૂતોમે સમર્પિત કરી હતી.
ચોખા અને ચણા ઉપરાંત વડાપ્રધાને બાજરી અને મકાઇ જેવા જાડા ધાનની નવી જાતોને પણ દેશના ખેડૂતોને સમર્પિત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાને ક્લાઇમેટ ચેઇન્જની સમસ્યા પ્રત્યે પણ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે ક્લાઇમેટ ચેઇન્જની સમસ્યા કૃષિને તો ખરાબ રીતે પ્રભાવિત કરે જ છે
પરંતુ તે સાથે તે સમગ્ર પર્યાવરણ ઉપર પણ પોતાનો દુષ્પ્રભાવ ઉભો કરે છે. વડાપ્રધાને ક્લાઇમેટ ચેઇન્જની સમસ્યાને પહોંચી વળવા સત્વરે પગલાં લેવા ઉપર ભાર મૂક્યો હતો. આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરતા વડાપ્રધાને કહ્યું હતું કે ક્લાઇમેટ ચેઇન્જના પગલે નવી નવી જંતુનાશક દવાઓ, નવા નવા રોગ અને રોગચાળા જેવી સમસ્યાઓ સર્જાય છે,
અમે આ તમામ સમસ્યાઓના પગલે માનવીના અને પશુઓના આરોગ્ય ઉપર ગંભીર અસરો પડે છે અને તે સાથે વિવિધ પાક ઉપર પણ તેની નકારાત્મક અસર ઉભી થાય છે. ક્લાઇમેટ ચેઇન્જની માછીમારીના ઉદ્યોગ ઉપર પણ અસર પડતી લહોવાથી ખેડૂતો અને માછીમારો એમ બંને પ્રકારના લોકોને ભારે આિર્થક નુકસાન વેઠવું પડે છે.