પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહએ કોંગ્રેસ છોડવાનો સંકેત આપ્યો

પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંહે (Captain Amarinder Singh), કોંગ્રેસ પક્ષ છોડવાનો સંકેત આપ્યો છે. તેમણે પંજાબ કોંગ્રેસના આંતરકલહને લઈને ગતરોજ બુધવારે દિલ્લીમાં ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. આજે નવજોતસિંહ સિદ્ધુુ (Navjot Singh Sidhu) તેમની નારાજગી દુર કરવા માટે પંજાબના મુખ્યપ્રધાન ચરણજીતસિંહ ચન્નીને (Charanjit Singh Channi) મળવાના છે તેવા સમયે જ કેપ્ટને કોંગ્રસને (Congress) છોડવાનો સંકેત કર્યો છે.

કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદથી ચાલી રહેલી અટકળોનો જવાબ આપ્યો છે. કેપ્ટને ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ( Bharatiya Janata Party ) જોડાઈ રહ્યા નથી.

જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે કારણ કે તેઓ ખૂબ અપમાનનો સામનો કરી રહ્યા નથી. જણાવી દઈએ કે કેપ્ટન મંગળવારે દિલ્હી આવ્યા હતા અને ત્યારબાદ તેમણે કોઈપણ નેતાને મળવાની વાતને ફગાવી દીધી હતી, પરંતુ બુધવારે જ કેપ્ટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા.

ગુરુવારે સવારે કેપ્ટન અમરિંદરે દિલ્હીમાં જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ મળ્યા હતા. બુધવાર અને ગુરુવારની કેટલીક મુલાકાત બાદ, કેપ્ટને કહ્યું, ‘હું ભાજપમાં જોડાતો નથી પણ કોંગ્રેસ છોડી રહ્યો છું. આટલું અપમાન સહન કરી શકતા નથી. કેપ્ટને કહ્યું, ‘અત્યાર સુધી હું કોંગ્રેસમાં છું પણ કોંગ્રેસમાં નહીં રહું. હું મારી સાથે આ પ્રકારની વર્તણુક નહીં થવા દઉં.

આ દરમિયાન કોંગ્રેસે અમરિંદર સિંહનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની (Ambika Soni) અને કમલનાથ (Kamal Nath)સતત અમરિંદર સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, દિલ્હીમાં રહેતી વખતે કેપ્ટને કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) સાથે મુલાકાત ન કરીને અને ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરીને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *