ફોક્સ ન્યૂઝ: યુએસ સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું, અલકાયદાનો એક મોટો આતંકવાદી ઠાર

સીરિયા (Siria) માં ડ્રોન એર સ્ટ્રાઈક (Air Strike) માં અલ-કાયદા (al Qaeda) નો મોટો આંતકવાદી માર્યો ગયો હતો, ફોક્સ ન્યૂઝે અમેરિકી સંરક્ષણ અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો હતો. 20 સપ્ટેમ્બરના રોજ, સલીમ અબુ-અહમદ સીરિયાના ઇદલિબ નજીક અમેરિકી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. ફોક્સ ન્યૂઝના જણાવ્યા અનુસાર, સલીમ, ટ્રાઇ-રિજનલ અલ કાયદાના હુમલાના આયોજન, ભંડોળ અને તમામ આંતકવાદી ગતિવિધિઓ માટે જવાબદાર હતો.

યુએસ સંરક્ષણ અધિકારીઓ (US defence officials) એ જણાવ્યું હતું. “નાગરિકોની જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી.”

વોશિંગ્ટને (Washington) અલ કાયદા (al Qaeda) ના આતંકવાદીઓ અને આઇએસના નેતા અબુ બકર અલ-બગદાદી (Abu Bakr al-Baghdadi) ને નિશાન બનાવતા પહેલા ઇદલિબમાં હુમલા કર્યા છે, જે પૂર્વીય સીરિયાથી ભાગીને પ્રાંતમાં છુપાયો હતો.

અગાઉ, 13 સપ્ટેમ્બરના રોજ, સંભવત: યુએસ એરફોર્સનું લશ્કરી વિમાન, સીરિયન-ઇરાકી સરહદ પર બે કાર પર ત્રાટક્યું હતું, ઇરાકી મિલિશિયાના સૂત્ર, પોપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સે સ્પુટનિકને જણાવ્યું હતું.

સૂત્રએ જણાવ્યું હતું કે, ઈરાક અને સીરિયાની સરહદ પર હવાઈ હુમલાથી બે કારને ટક્કર થઈ હતી. તેમના મતે, આ સ્ટ્રાઈક કથિત રીતે યુએસ એરફોર્સ દ્વારા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *