ગુજરાતના(Gujarat)મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)ગાંધી જયંતિ( Gandhi Jayanti)અવસરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરના કીર્તિ મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રી એ આ વેળાએ કીર્તિમંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને ભાવ સભર અંજલિ આપી હતી અને કૃતજ્ઞતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રી સાથે રાજ્યના કૃષિ મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલ,પ્રસિદ્ધ ભાગવત કથાકાર અને સાંદિપની ગુરુકુળના સ્થાપક પૂજ્ય રમેશ ભાઈ ઓઝા,સાંસદશ્રી રામ ભાઈ મોકરિયા,રમેશ ભાઈ તેમજ ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા અને અગ્રણીઓ તેમજ જિલ્લા વહીવટી તંત્ર ના અધિકારીઓ પણ પ્રાર્થના સભામાં જોડાયા હતા અને પૂજ્ય બાપુને ભાવાંજલિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેમ નથી. દેશે તેમને રાષ્ટ્રપિતાનો દરજ્જો આપ્યો છે. તેમનું અનુપમ યોગદાન અવિસ્મરણીય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 ના રોજ થયો હતો.
તેમની ક્રિયાઓ અને વિચારોએ દેશની સ્વતંત્રતા અને ત્યારબાદના સ્વતંત્ર ભારતને આકાર આપવામાં મોટી ભૂમિકા ભજવી હતી.જો સમગ્ર વિશ્વમાં ભારતનું નામ આદર સાથે લેવામાં આવે તો આનો પ્રથમ શ્રેય મહાત્મા ગાંધીને જાય છે. અહિંસા અને સત્યના પૂજારી ગાંધીને 30 જાન્યુઆરી 1948 ના રોજ નાથુરામ ગોડસેએ ગોળી મારી દીધી હતી.
ગાંધી જયંતીના અવસરે દેશભરના મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવા માટે અલગ અલગ સ્થળોએ પ્રાથર્નાસભા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.