કાલથી નવરાત્રી થશે શરુ, જાણો ક્યારે છે કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત

વરાત્રી (Navratri 2021) એટલે માં શક્તિના નવ દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. આ વર્ષે 7 ઓક્ટોબરથી એટલે કે કાલથી નવરાત્રી (Navratri)શરૂ થશે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં ઘટસ્થાપના અથવા કળશ સ્થાપનાનું ખાસ મહત્વ હોય છે. જે નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે. આ વર્ષે શારદિય નવરાત્રી (Sharadiya Navaratri 2021)8 દિવસની હશે. ત્રીજ અને ચોથ તિથિ એક સાથે હોવાથી 7 ઓક્ટોબરે શરૂ થતી નવરાત્રી 14 ઓક્ટોબરે સંપન્ન થશે. 15 ઓક્ટોબરે વિજયાદશમી (Vijayadashami)એટલે કે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે.

જ્યોતિષશાસ્ત્રીઓ અનુસાર, આ વર્ષે નવરાત્રી ગુરૂવારે શરૂ થશે. માં દુર્ગાની સવારી પાલખીમાં હશે. માં દુર્ગા પાલખી કે ડોલીમાં આવશે અને હાથી પર સવાર થઇને પ્રસ્થાન કરશે. 6 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસની સાથે શ્રાદ્ધ સમાપ્ત થશે. જેના બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઇ જશે.

9 ઓક્ટોબર શનિવારે ત્રીજની તિથિ સવારે 07.48 મિનિટ સુધી રહેશે. ત્યાર બાદ ચોથ શરૂ થઇ જશે. જેના બીજા દિવસે 10 ઓક્ટોબરે સવારે 5 વાગ્યા સુધી ચોથ રહેશે. આ વર્ષે બે તિથિ એકસાથે આવતા નવરાત્રી 8 દિવસની રહેશે.

નવરાત્રીમાં કળશ સ્થાપનનું ખાસ મહત્વ હોય છે. શારદિય નવરાત્રિમાં કળશ સ્થાપનાનો શુભ સમય સવારે 06.17 મિનિટથી સવારે 07.07 મિનિટ સુધી જ છે. કળશ સ્થાપવા નવરાત્રીના પહેલા દિવસે એટલે કે 07 ઓક્ટોબરે કરવામાં આવશે.

કળશ સ્થાપના માટે ઘણી સામગ્રીની જરૂર પડે છે. જેમાં 7 પ્રકારના અનાજ, એક માટીનું વાસણ, પવિત્ર સ્થાન પરથી લાવવામાં આવેલી માટી, કળશ, ગંગાજળ, આસોપાલવના પાન, સોપારી, નારિયેળ, અક્ષત, લાલ કાપડ અને ફૂલની જરૂર પડે છે.

માં દુર્ગાનો ફોટો કે મૂર્તિ, સિંદૂર, કેસર, કપૂર, ધૂપ, વસ્ત્ર, અરીસો, દાંતિયો, કંગન-બંગડી, સુગંધિત તેલ, ચોકી, ચોકી માટે લાલ કાપડ, નારિયેળ, દુર્ગાસપ્તશતી પુસ્તક, કેરીના પાનનું તોરણ, ફૂલ, મહેંદી, ચાંદલો, સોપારી, આખી હળદર અને હળદરનો પાઉડર, આસન, પાંચ મેવા, ઘી, લોબાન, ગુગળ, લવિંગ, કમળ, સોપારી, કપૂર, હવન કુંડ, ચોકી, મોલી, ફૂલહાર, બિલ્લી પત્ર, દિવો, અગરબત્તી, નૈવેદ્ય, મધ, ખાંડ, જાયફળ, લાલ રંગની બંગડીઓ, કળશ, ચોખા, કંકુ, ઘી/તેલ, પાન, લાંલ રંગની ધ્વજા, એલચી, મિશ્રી, ફળ અથવા મિઠાઇ, દુર્ગા ચાલીસા અને હવન માટે કેરીની લાકડીઓની જરૂર રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *