નવરાત્રીમાં શક્તિપીઠ અંબાજી મંદિરના દર્શન કરવાનો અનોખો મહિમા

નવરાત્રી (Navratri 2021) એટલે માં શક્તિના નવ દિવસ આરાધના અને પૂજા કરવાના દિવસો. આજથી, 7 ઓક્ટોબરથી નવરાત્રી (Navratri)શરૂ થઇ છે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં રાજ્યમાં આવેલા અંબામાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી (Ambaji)ખાતે દર્શન કરવાનો પણ અનોખો મહિમા હોય છે. આ વખતે ભક્તો માટે માઅંબાના દ્વાર તો ખુલ્લાં છે પરંતુ ચાચર ચોકમાં ગરબા નહીં થાય. આજે પાવન નવરાત્રીના પ્રથમ દિવસે મા અંબાના ઘરે બેઠા જ દર્શન (Ambaji Temple Online darshan) કરવાનો લહાવો લઇએ.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાને ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાએલા મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નીંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું. અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આંતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે.

અંબાજીમાં નવરાત્રી અંગેનો કાર્યક્રમમાં આ પ્રમાણે રહેશે:

(1) ઘટ સ્થાપનઃ- આસો સુદ-2 ગુરૂવારને તા.7 ઓક્ટોબર સમય સવારે 10:30 થી 12:00

(2) આસો સુદ-8 :- બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 6:00 કલાકે

(3) ઉત્થાપન:- આસો સુદ–8 બુધવારને તા.13 ઓક્ટોબર આરતી સવારે 11:10 કલાકે

(4) વિજયાદશમી (સમી પુજન):- આસો સુદ-10 શુક્રવારને તા.15 ઓક્ટોબર સાંજે 6:00 કલાકે

(5) દૂધ પૌઆનો ભોગ: તા.20 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12:00 કલાકે કપૂર આરતી

(6) આસો સૂદ પૂનમ:- આસો સુદ-15 બુધવાર તા.20 ઓક્ટોબરને આરતી સવારે 6:00 કલાકે રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે.

નવરાત્રીમાં ઘટસ્થાપના અથવા કળશ સ્થાપનાનું ખાસ મહત્વ હોય છે. જે નવરાત્રીના પહેલા દિવસે કરવામાં આવે છે. આ વર્ષે શારદિય નવરાત્રી 8 દિવસની હશે. ત્રીજ અને ચોથ તિથિ એક સાથે હોવાથી 7 ઓક્ટોબરે શરૂ થતી નવરાત્રી 14 ઓક્ટોબરે સંપન્ન થશે. 15 ઓક્ટોબરે વિજયાદશમી (Vijayadashami)એટલે કે દશેરાનો તહેવાર મનાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *