કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં આજે તેઓ પોતાના મત વિસ્તાર એવા ગાંધીનગર શહેર-ગ્રામ્યમાં વિવિધ વિકાસના કામો અને નવા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમિત શાહના આજના કાર્યક્રમ પર નજર કરીએ તો બપોરે 3.45 કલાકે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વ સહાય જૂથ ટી-સ્ટોલનું શાહ લોકાર્પણ કરશે. ત્યાર બાદ અમિત શાહ બપોરે 4.15 કલાકે સઇજ ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નવનિર્મિત ઇન્ટરનેશનલ સ્કૂલના મકાનનું લોકાર્પણ કરશે.
જ્યારે બપોરે 4.20 કલાકે સઇજ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે જ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવાનો તેમનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ બાદ શાહ બપોરે 4.30 કલાકે પાનસર તળાવના બ્યુટિફિકેશનની કામગીરીનું ભૂમિપૂજન કરશે. સાથે જ બપોરે 4.35 કલાકે પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. ત્યાર બાદ બપોરે 4.45 કલાકે અમિત શાહ પાનસર ખાતે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ જાહેરસભાને સંબોધન કરશે.
સાંજે પણ ગૃહમંત્રીના કાર્યક્રમ છે. સાંજે 6 કલાકે અમિત શાહ માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. દિવસના અંતે અમિત શાહ પરિવાર સાથે રાત્રે 8 કલાકે માણસા સ્થિત બહુચરાજી માતાજીના મંદિરમાં દર્શન-આરતી કરશે.