LACને લઈને ફરી એક વાર ભારત અને ચીન અરુણાચલ બોર્ડર પર આમને-સામને

અરુણાચલ બોર્ડર પર LACને લઈને ફરી એક વાર ભારત અને ચીન સામે સામે આવી ગયું છે. જો કે બન્ને તરફથી કોઈ પણ નુકસાનના સમચાર આવ્યા નથી. છેલ્લા સપ્તાહમાં બન્ને સેનાના સૈનિકો LAC ને લઈને સામ સામે આવી ગયા હતા.

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરી એકવાર અરુણાચલ સેક્ટરમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સામસામે મુકાબલો થયો છે. લદાખ (Ladakh) માં ગયા વર્ષના સંઘર્ષ બાદ LAC પર તણાવ ઘટાડવાના પ્રયાસો ચાલુ છે, જ્યારે આ ફેસઓફ અરુણાચલમાં બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બે સેનાઓ વચ્ચે LACની ધારણામાં તફાવત છે.

એક સમાચાર એજન્સી અનુસાર, આ ફેસઓફ બાદ બંને પક્ષો વચ્ચેની વાતચીત થોડા કલાકો સુધી ચાલી હતી. બાદમાં હાલના પ્રોટોકોલના આધારે, આ તણાવ દૂર કરવામાં આવ્યો હતો. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેસઓફમાં કોઈ પણ પ્રકારના નુકસાન વિશે કોઈ માહિતી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત-ચીન સરહદનું ઔપચારિક રીતે સીમાંકન કરવામાં આવ્યું નથી, તેથી બન્ને દેશો વચ્ચે LACની ધારણામાં તફાવત છે. બંને દેશો વચ્ચે પ્રવર્તમાન કરારો અને પ્રોટોકોલનું પાલન કરવાથી અલગ અલગ ધારણાઓના આ ક્ષેત્રોમાં શાંતિ શક્ય બની છે.

બંને પક્ષો તેમની ધારણા મુજબ પેટ્રોલિંગ પ્રવૃત્તિઓ કરે છે. જ્યારે પણ બંને બાજુથી પેટ્રોલિંગ મળે છે, ત્યારે પરિસ્થિતિનું સંચાલન સ્થાપિત પ્રોટોકોલ અને બંને પક્ષો દ્વારા સંમત મિકેનિઝમ્સ અનુસાર કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *