IPL-2021 માં ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે ગુરુવારનો દિવસ સારો નહોતો, પરંતુ તેનો એક ખેલાડી હજુ પણ મેદાનની બહાર ચર્ચાઓમાં છવાઇ રહ્યો છે. ના, તે તેના પ્રદર્શન દ્વારા નહીં પરંતુ મેચ પછી તેની એક ખાસ હરકત દ્વારા. એવી હરકત કે જેની ચર્ચા મેચ બાદ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. જે કોઈએ તે ખેલાડીની આ દૃશ્ય જોયા છે તે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આમ ભાગ્યે જ જોવા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ ચેન્નઈના ઝડપી બોલર દીપક ચાહર (Deepak Chahar)ની.
ચાહરે મેચ પૂરી થયા બાદ કંઈક એવુ કર્યું કે દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણા લોકો તેની આ હરકત પર ફીદા થઇ ચૂક્યા છે. ફેન પણ તેમનો પ્રેમ હવે સોશિયલ મીડિયા પર છલકાવી રહ્યા છે.
વાત જાણે એમ છે કે, મેચ બાદ દીપક સ્ટેન્ડમાં બેઠેલી એક યુવતી પાસે ગયો. જેણે બ્લેક ડ્રેસ પહેર્યો હતો. તેમ જ કાળા ચશ્મા પણ પહેરેલા હતા. જે યુવતી તેની ગર્લફ્રેન્ડ છે. મેચ બાદ દીપકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. દીપકની આ હરકતથી તેની ગર્લફ્રેન્ડ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કદાચ તેને તેની અપેક્ષા પણ નહોતી. દીપકે આંગળી પર વીંટી પહેરાવી. તે પછી બંનેએ એકબીજાને ગળે લગાવી ભેટી પડ્યા હતા.