ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) માં નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ, મનુ ભાકર (Manu Bhakar) હવે ગોલ્ડની લાઇન લગાવીને તેને ભરપાઈ કરવાનો પ્રયાસ કરી રહી છે. મનુએ અત્યાર સુધી ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ (Junior Shooting World Championship) માં પાંચ મેડલ જીત્યા છે. જેમાંથી ચાર ગોલ્ડ છે. તેણે 25 મીટર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ઈવેન્ટનું ચોથો ગોલ્ડ જીત્યો હતો. આ ઇવેન્ટમાં તેમની સાથે રિધમ સાંગવાન અને નમાયા કપૂર પણ હતા, જે આ સમયે શાનદાર ફોર્મમાં છે.
ભારતીય ટીમે ગોલ્ડ મેડલ મેચમાં અમેરિકાને 16-4 થી હરાવ્યું હતું. દેશને મેન્સ ટ્રેપ ટીમ ઇવેન્ટમાં 20 મો મેડલ મળ્યો છે. જેમાં ભારતીયોને ફાઇનલમાં ઇટાલી સામે 4-6 થી હાર્યા બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.
બખ્તયારુદ્દીન મલેક, શાર્દુલ વિહાન અને વિવાન કપૂરની જોડીએ, ક્વોલિફિકેશનમાં સાત ટીમોમાં બીજા સ્થાને રહીને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. જેમાં તેમણે 525 માંથી 473 પોઇન્ટ મેળવ્યા હતા. ઇટાલીએ 486 ના સ્કોર સાથે ટોચ પર રહીને ક્વોલિફિકેશનમાં સ્થાન મેળવ્યું હતું.
આ દરમ્યાન, 14 વર્ષીય કપૂરનું આ બીજો ગોલ્ડ મેડલ છે. તેણે 25 મીટર પિસ્તોલ વ્યક્તિગત કેટેગરીમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ભારતે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે આદર્શ સિંહ ફાઇનલમાં અમેરિકાના હેનરી ટર્નર લેવરેટ સામે હારી ગયો હતો.
ભારત અત્યાર સુધી નવ ગોલ્ડ, આઠ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. યુએસ છ ગોલ્ડ મેડલ અને કુલ 19 મેડલ સાથે બીજા ક્રમે છે. મનુ, રિધમ અને કપૂર માટે લડાઈ સરળ હતી. તેમણે ઝડપથી 10.4 ની લીડ લીધી અને ઝડપી ફાયર શોટ બાદ લીડ વધીને 16.4 થઈ ગઈ. ક્વોલિફિકેશનમાં પણ ભારતીય ટીમ સ્કોર 878 પોઇન્ટ સાથે ટોપ પર હતી. બીજા રાઉન્ડમાં પણ ટોપર બનીને ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી.