ત્રીજું નોરતુંઃ માં ચંદ્રઘંટા માતાજીની પૂજાનો દિવસ

નવરાત્રીના (Navratri 2021) ત્રીજા દિવસે (third Nortu) ચંદ્રઘંટા માતાજીની પૂજા (Chandrghanta maratji puja) કરવામાં આવે છે. દેવીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે. માં ચંદ્રઘંટાની કૃપાથી સાધકની અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે. દિવ્ય સુગંધીઓનો અનુભવ થાય છે અને સૂક્ષ્મ પ્રકારની ધ્વનિઓ સંભળાવા લાગે છે.

માં ચંદ્રઘંટાની આરાધનાથી સાધકમાં વીરતા અને નિર્ભયતાની સાથોસાથ સૌમ્યતા અને વિનમ્રતા પણ વિકસે છે. આ દેવી કલ્યાણકારી છે, એટલા માટે આપણે મન, વચન અને કર્મની સાથોસાથ કાયાને વિધિ વિધાન અનુસાર પરિશુધ્ધ પવિત્ર કરીને ચંદ્રઘંટા માતાની ઉપાસના આરાધના કરવી જોઇએ.

ચંદ્રઘંટા માતાજીનો મંત્ર

“।। या देवी सर्वभू‍तेषु माँ चंद्रघंटा रूपेण संस्थिता ।।”
“।। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।”

ચંદ્રઘંટા માતાની આરાધનાથી તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળે છે અને પરમ પદના અધિકારી બની શકાય છે. નવરાત્રિમાં ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા કરવાનું મહત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *