પૂર્વ સીએમ રૂપાણી: “મેં મુખ્યપ્રધાન બનવાનું સપનું ક્યારેય નહોતું જોયું પણ સંજોગોએ મને મુખ્યપ્રધાન બનાવ્યો ”

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ખાતે આયોજીત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભૂતકાળ વાગોળયો હતો.

ગુજરાતના(Gujarat)પૂર્વ સીએમ વિજય રૂપાણીએ(Vijay Rupani)ફરી એક વાર પોતાના નિખાલસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે રાજકોટમાં(Rajkot)એક કાર્યક્રમમાં એ બાબતનો સ્વીકાર કર્યો કે તેમણે ક્યારેક મુખ્ય પ્રધાન બનવાનું સ્વપન જોયું ન હતું. તેમણે જણાવ્યું કે ” મેં મુખ્યપ્રધાન બનવાનું સપનું ક્યારેય નહોતું જોયું પણ સંજોગોએ મને મુખ્યપ્રધાન બનાવ્યો ”

પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટ ખાતે આયોજીત ઋણ સ્વીકાર કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભૂતકાળ વાગોળયો હતો. તેમજ કેટલીક નિખાલસ કબુલાત કરી હતી.રાજકોટ શહેરના વિવિધ એસોસિએશન, સંસ્થાઓ, જ્ઞાતિ સંગઠનો દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા અને કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *