જો તમે એમ વિચારો છો કે માત્ર તમારા પેટમાં જતું ભોજન જ તમારાં એજિંગ માટે જવાબદાર છે તો તમારી આ ધારણા ખોટી છે. એક માત્ર તમારું ડાયટ જ તમારાં એજિંગ માટે જવાબદાર નથી તમારા સૂવાની ટેવથી લઈને તમારો સ્ક્રીન ટાઈમ પણ તેનાં માટે જવાબદાર છે.
- સૂવાની ખોટી રીત: નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસીન જર્નલનાં રિસર્ચ પ્રમાણે પળખું લેતાં સમયે ચહેરો ઓશિકા પર રબ થવાથી કરચલી વધે છે. આમ કરવાથી બચો. તેનાથી તમારી સ્કિન યંગ નથી લાગતી.
- વધારે પડતી ખાંડનું સેવન: જર્નલ સ્પ્રિંગર લિંકનાં રિસર્ચ પ્રમાણે, વધારે શુગર લેવાથી ગ્લાઈકેશનની પ્રક્રિયા દરમિયાન ફ્રી રેડિકલ્સમાં તે પરિવર્તિત થઈ જાય છે. જે કોશિકાઓને નુક્સાન પહોંચાડે છે.
- સ્ક્રીન ટાઈમ: પબમેટ જિયો જર્નલના રિપોર્ટ પ્રમાણે, જો તમે અઠવાડિયાંમાં 4 દિવસ 8-8 કલાકની શિફ્ટમાં કામ કરો છો તો તે બપોરના તડકામાં 20 મિનિટ પસાર કર્યા બરાબરનું સ્કિન પર નુક્સાન કરશે.
આ 5 ટિપ્સ તમને યંગ રાખશે:
સૂર્ય પ્રકાશથી બચો
વધારે પડતાં સૂર્ય પ્રકાશમાં રહેવાથી સ્કિન ડેમેજ થાય છે. પરિણામે સ્કિન પર યંગ એજમાં કરચલી દેખાવા લાગે છે. જો તડકામાં બહાર ફરો તો 30 SPFવાળું સનસ્ક્રીન લોશન લગાવો.
ડાયટ સુધારો
તેલ અને મસાલાવાળી વસ્તુથી દૂર રહો. ડાયટમાં વિટામિન-E અને C સામેલ કરો. એન્ટિઓક્સીડન્ટ્સને કારણે કોશિકાઓને નુક્સાન કરતાં તત્વો બેઅસર થાય છે. ડાયટમાં લીલી શાકભાજી, કીવી, લીંબું, સૂકા મેવા અને ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરો.
સ્કિન હાઈડ્રેટ રાખો
સમય પહેલાં જો તમે વૃદ્ધ દેખાવા લાગો છો તો તેનું કારણ તમારી ડ્રાય સ્કિન હોઈ શકે છે. તેનાથી બચવા માટે સ્નાન કર્યા બાદ તરત સ્કિન પર મોઈશ્ચરાઈઝર લગાવો. હાઈડ્રેટ સ્કિન રાખવા દરરોજ મિનિમમ 8 ગ્લાસ પાણી પીઓ. તેનાથી સ્કિન ગ્લોઈંગ બને છે અને ડ્રાયનેસ દૂર થાય છે.
ખુશ રહો
તમે ખુશ છો કે દુ:ખી તેની સીધી અસર તમારી સ્કિન પર થાય છે. હંમેશાં ખુશ રહો તેથી તમારા ચહેરાની એક્સર્સાઈઝ થાય અને એજિંગની અસર ઘટે છે. વૈજ્ઞાનિકોએ પણ આ વાત સ્વીકારી છે.
અઠવાડિયાંમાં 5 દિવસ એક્સર્સાઈઝ
મેદસ્વિતા અને સુસ્ત જીવનશૈલી પણ એજિંગ માટે જવાબદાર છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, અઠવાડિયાંમાં મિનિમમ 5 દિવસ 1 કલાકનું વર્કઆઉટ જરૂર કરો. બોડી સાથે ચહેરા પર પણ તેની સીધી અસર દેખાય છે. શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધવાથી સ્કિન ગ્લોઈંગ બને છે.