આઠમું નોરતું: આઠમના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે.

નવલી નવરાત્રિમાં (Navrati 2021 aatham) આઠનું વિશેષ મહત્ત્વ હોય છે. આઠમના દિવસ માના મહાગૌરી સ્વરૂપની (Ma Mahagauri Pooja)  પૂજા કરવામાં આવે છે. માના આઠમા નોરતે જગતજનની માતાએ મહાગૌરી સ્વરૂપ ધારણ કર્યુ હતું. તું. માતાજીનો વર્ણ ગોરો હોવાથી માને મહગૌરીના નામથી ઓળખવામાં આવે છે. આ ગૌરતાની ઉપમા શંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાઇ છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવી છે. ” અષ્ટ વર્ષા ભવેદ્ ગૌરી “. માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો શ્વેત રંગના છે. માતાજીને ચાર ભૂજાઓ છે, અને તેમનું વાહન વૃષભ છે. માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેનો ડાબો હાથ વરમુદ્રામાં છે. માતાજીની મુદ્રા અત્યંત શાંત છે.

મા મહાગૌરીની પૂજા-આરાધના (Maa Mahagauri Pooja Vidhi)  અને ઉપાસના ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે. માતાજીની કૃપા જે ભક્ત પર વરસે તેને અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી ભક્ત જો તેમના પાદારવિંદોનું ધ્યાન ધરે તો તે ભક્તના તમામ કષ્ટો અવશ્ય મા મહાગૌરી દૂર કરે છે. મા મહાગૌરીની ઉપાસનાથી આર્તજનોના મુશ્કેલમાં મુશ્કેલ અસંભવ કાર્યો પણ સંભવ બની જાય છે.

પુરાણમાં માતાજીના મહિમાનો ખૂબ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મા મહાગૌરી મનુષ્યની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને તેના જીવનમાંથી અસત્યનો વિનાશ કરે છે.

મહાગૌરી માતાની ઉપાસના માટેનો મંત્ર

श्वेते वृषे समारुढा श्वेताम्बरधरा शुचिः |

महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा ||

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *