અનેક એવા સોફ્ટવેર છે, જે યૂઝર્સને આજના સમયમાં ડોક્યુમેન્ટ બનાવવા અને એડિટ કરવાની મંજૂરી આપે છે, પરંતુ મોટાભાગના યૂઝર્સને Google Docsમાં કામ કરવું વધારે પસંદ છે. ડિજિટલ ડોક્યુમેન્ટમાં સિગ્નેચરની જરૂરિયાત રહે છે. શું તમારે ક્યારેય સિગ્નેચર એડ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. ડીલ કરવા માટે અથવા કોઈ ઓફિશિયલ લેટરમાં પણ સિગ્નેચરની જરૂરિયાત પડી શકે છે. જે ડોક્યુમેન્ટ પ્રિન્ટ કર્યા બાદ સિગ્નેચર કરીએ તેટલું જ સરળ છે. ઈમેઈલ કર્યા બાદ પ્રિન્ટ કાઢવી અને ત્યારબાદ સાઈન કરવી, તે આખી પ્રોસેસમાં વધારે સમય લાગે છે.
ત્યારે તમે ઘરે રહીને ‘વર્ચ્યુઅલ ફિંગટીપ’નો ઉપયોગ કરીને ઘરે બેઠા ડોક્યુમેન્ટ પર સહીં કરી શકો છો. જો ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય અને Google Doc માં સિગ્નેચર એડ કરવાની જરૂરિયાત પડે, તો તમે અહીં જણાવેલ પદ્ધતિથી સિગ્નેચર એડ કરી શકો છો. બિલ્ટ ઈન ડ્રોઈંગની મદદથી તમે ડિજિટલી સિગ્નેચર એડ કરી શકો છો.
આ માટે તમારે ડ્રોઈંગ ટેબ્લેટ અથવા ટચસ્ક્રીન ડિવાઈસનો ઉપયોગ કરવાનો રહેશે. જો તમારી પાસે આ બે માંથી કોઈ ડિવાઈસ નથી, તો તેની બદલે તમારુ માઉસ કામ કરશે.
તમે જે Google Doc માં સિગ્નેચર એડ કરવા ઈચ્છો છો, તેમાં ડ્રોઈંગ ટૂલ્સ નેવિગેટ કરો. Google Docમાં ઉપરની તરફ Google Docમાં “Insert -> Drawing…” સિલેક્ટ કરો અને ત્યાર બાદ New પર ક્લિક કરો.
આ એક ડ્રોઈંગ કેનવાસ લોન્ચ કરે છે. જેની મદદથી તમે તમારા ડોક્યુમેન્ટ માટે એક ઈમેજ સ્કેચ કરી શકશો. તમે લાઈન્સ, એરો, ઓબ્જેક્ટ, ટેક્સ્ટ ડ્રો કરી શકો છો અને તમે અન્ય ઈમેજનો પણ ઉપયોગ કરી શકો છો. સિગ્નેચર કરવા માટે સ્ક્રિબલ ટૂલનો ઉપયોગ કરવાનો રહેશે. “Select Line” ડ્રોપ ડાઉન મેનૂની મદદથી સ્ક્રિબલ ટૂલનો ઉપયોગ કરી શકાશે.
જ્યારે તમે ફર્સ્ટ લાઈન બનાવો છો, ત્યારે ઉપર ડાબી બાજુએ ટૂલનો એક સેટ જોવા મળશે. તમે તેનો ઉપયોગ કરીને લાઈનિંગ સેટ કરી શકો છો. છેલ્લે બનાવેલ લાઈનને બ્લ્યૂ હાઈલાઈટ કરે છે.
સ્ક્રિબલ ટૂલમાં સીમિત કેપેબલિટીઝ છે. ગૂગલ ટૂલનો ઉપયોગ કરવાથી જોઈએ તેવું રિઝલ્ટ મળતું નથી. જો તમે સુરક્ષિત અને લિગલી લાગુ કરવા ઈચ્છો છો, તો તમને એડ ઓન મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ માટે ટૂલબારમાં Google Doc એક્સ્ટેન્શન જોવા માટે “Add-ons-> Get add-ons… ” પર જાઓ.
હવે તમે આઈડિયલ એડ ઓનનો ઉપયોગ કરવા માટે અને એક્સ્પલોર કરવા માટે ફ્રી છો, અહીં કેટલાક ઓપ્શન ઉપલબ્ધ છે.
“Simple Signature for Google Docs” એક ફ્રી એડ ઓન છે, જેનો સરળતાથી ઉપયોગ કરી શકાય છે. સૌથી પહેલા સાઈડબાર પર સિગ્નેચર ટાઈપ કરો અને ડ્રો કરો.
તમે સાઈનિંગ સર્વિસ, ડોક્યુ સાઈન અથવા હેલોસાઈન જેવા ડોક્યુમેન્ટ એક્સપ્લોર કરી શકો છો. અહીં ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો.