ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings)આઈપીએલ-2021ની ફાઇનલમાં (IPL 2021 Final)કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)સામે 27 રને વિજય મેળવ્યો (Chennai Super Kings won by 27 runs)છે. સીએસકેની ટીમ ચોથી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવા સફળ રહી છે. આ પહેલા 2010, 2011 અને 2018માં ચેમ્પિયન બની હતી. બીજી તરફ ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બનવાનું કેકેઆરનું સપનું રોળાયું છે. ચેન્નાઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવ્યા હતા.
ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) તેનો દમ દર્શાવી દીધો છે. IPL 2021 ની શરુઆત થી જ ટીમ ધોની (MS Dhoni) એ પોતાનો દમ દેખાડવો શરુ કર્યો હતો અને જે તેને ટ્રોફી સુધી લઇ ગયો હતો.
મીડલ ઓર્ડરનો ફ્લોપ શો કોલકાતાને કિનારે આવીને ડૂબી જવાનો અહેસાસ દુબઇમાં થયો હતો. શુભમન ગીલ અને વેંકટેશ ઐય્યરે જબરદસ્ત રમત રમી હતી. બંનેએ 91 રનની પાર્ટનર શીપ કરી હતી. બંને ની રમતે ચેન્નાઇને દબાણ હેઠળ લાવી દીધુ હતુ. પરંતુ શાર્દૂલની બોલીંગમાં ઐય્યર અને નિતીશ ફસાઇ જતા બાજી મીડલ ઓર્ડર પાસે આવી હતી અને તે ફ્લોપ રહી હતી.
ગીલે 43 બોલમાં 51 રન અને ઐય્યરે 32 બોલમાં 50 રનની રમત રમી હતી. બંનેના અર્ધશતક એળે ગયા હતા. ત્યાર બાદ નિતીશ રાણા શૂન્ય રને, સુનિલ નરૈન 2 રને અને કેપ્ટન ઇયોન મોર્ગન 4 રન પર જ પેવેલિયન પરત ફર્યા હતા. દિનેશ કાર્તિક પણ 9 રન કરી શક્યો હતોય શાકિબ અલ હસન શૂન્યમાં આઉટ થયો હતો. રાહુલ ત્રિપાઠી 2 રને વિકેટ ગુમાવી હતી.
અંતમાં શિવમ માવીએ હાર નિશ્વિત છતાં લડી લેવાનો મૂડ દર્શાવ્યો હતો. તેણે 2 છગ્ગા લગાવીને કોલકાતાના ફેનને હારતી બાજી પર ખુશ રાખવા પ્રયાસ કર્યો હતો. જ્યારે ઓપનર જોડીને બાદ કરતા તે ત્રીજો બેટ્સમેન બન્યો હતો ડબલ ફીગરે પહોંચ્યો હતો. તેણે 13 બોલમાં 20 રન કર્યા હતા. લોકી ફરગ્યુશને પણ અંતમાં માવી સાથે સારી રમત દાખવી હતી. તેણે એક છગ્ગા અને એક ચોગ્ગા સાથે 11 બોલમાં 18 રન કર્યા હતા.
શાર્દૂલ ઠાકુરે ચેન્નાઇની જીત માટેની દીશા નક્કિ કરી હતી. કોલકાતાના ઓપનર જ્યારે હાવી થઇ રહ્યા હતા, ત્યારે જ તેમે હુમલો કરી દીધો હતો. પહેલા ઐય્યર અને બાદમાં નિતિશ રાણાને આઉટ કરીને એક જ ઓવરમાં મેચની બાજી પલટી હતી. તેના આ પ્રયાસમાં જોશ હૈઝલવુડ પણ જોડાયો હોય એમ તેણે પણ સુનિલ નરૈન અને મોર્ગનની વિકેટ ઝડપી હતી. જાડેજાએ પણ રહી કસર પુરી કરી હતી. તેણે દિનેશ કાર્તિક અને શાકિબના શિકાર કર્યા હતા.
ઠાકુરે 4 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. હૈઝલવુડે 4 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. દિપક ચાહરે 4 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ડ્વેન બ્રાવોએ 4 ઓવરમાં 29 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
ધોની (Dhoni) ટીમે શરુઆત થી આક્રમકતા અપનાવીને રમતની શરુઆત ટોસ હારીને કરી હતી. એક મોટા લક્ષ્યને કોલકાતાને આપવા માટેના ધ્યેય સાથે તોફાની રમત જોવા મળી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે (Faf du Plessis) 61 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 27 બોલમાં 1 છગ્ગા અને 3 ચોગ્ગા વડે 32 રન બનાવ્યા હતા. રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 રન કર્યા હતા. તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા.
ડુ પ્લેસિસે જબરદસ્ત અર્ધશતક સાથેની રમત રમી હતી. પ્લેસિસે શરુઆત થી જ આક્રમક રમત અપનાવી હતી અને તેણે ઓપનર તરીકે આવીને અંતિમ ઓવર સુધી પિચ પર રહી ચેન્નાઇની મોટા પડકારની યોજનાને પાર પાડવાની મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 59 બોલમાં 86 રન કર્યા હતા. આ દરમ્યાન 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. મોઇન અલીએ પ્લેસિસને સારો સાથ પૂરાવ્યો હતો. તેણે પણ 3 છગ્ગા સાથે ની આક્રમક રમત રમી હતી. તેણે 20 બોલમાં 37 રન કર્યા હતા. જે દરમ્યાન 2 ચોગ્ગા લગાવ્યા હતા.
KKR તરફ થી બોલરો વિકેટને મહત્વની મેચમાં શોધતા જ રહી ગયા હતા. સુનિલ નરૈન સિવાયના બોલરો જાણે કે ચેન્નાઇના બેટ્સમેનો સામે બિનઅસરકારક લાગી રહ્યા હતા. એક તો વિકેટ નહોતી મળતી ઉપરથી રન લુટાતા જઇ રહ્યા હતા. સુનિલે ચેન્નાઇ બંને વિકેટોને ઝડપીને સર્જેલા મોકાને પણ અન્ય બેટ્સમેનો ઝડપી શક્યા નહોતા. 4 ઓવર કરીને તેમે 26 રન આપી 2 વિકેટ મેળવી હતી. લોકી ફરગ્યુશને 4 ઓવરમાં 56 રન આપ્યા હતા. શાકિબ અલ હસને 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. શિવમ માવીએ 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવરમાં પ્લિસેસીને અંતિમ બોલે આઉટ કર્યો હતો. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. વેંકટેશ ઐય્યરે 1 ઓવરમાં 5 રન આપ્યા હતા.