રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ PM શ્રી ની સ્પીચ દરમ્યાન ઊંઘતા ઝડપાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થનારી હોસ્ટેલનું ડિજિટલ લોકાર્પણનો કાર્યક્રમ હતો. મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં ભારોભાર વખાણ કરતા હતા. અને બીજી તરફ તેમના મંત્રીમંડળના કૃષિમંત્રી રાઘવજી પટેલ મીઠી નીંદર માણતા દેખાયા હતા.એને લઇને મંચ પર બેઠેલા અન્ય મંત્રીઓ અને સૌરાષ્ટ્ર સમાજના હોદ્દેદારો પણ ગણગણાટ કરતા જોવા મળ્યા હતા.

જાહેર મંચ ઉપર અતિમહત્ત્વના કાર્યક્રમમાં જ્યારે વડાપ્રધાન પોતે સંબોધિત કરતા હોય ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ જે રીતે ઊંઘતા ઝડપાયા હતા એ જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમને કાર્યક્રમની જરા પણ ગંભીરતા ન હોય એવું સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાર્યક્રમ મંચ પર બેઠેલા અન્ય નેતાઓ અને હોદ્દેદારોની નજર ઠરી ગઇ હતી. આખા કાર્યક્રમ દરમિયાન રાઘવજી પટેલ સતત ઊંઘના ઝોકાં ખાતાં હતાં.

સ્ટેજમાં મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાની પાછળની હરોળમાં રાઘવજી પટેલ બેઠા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને મુખ્યમંત્રી તેમજ તેમની ટીમ ગુજરાતના વિકાસ માટે આવનારા દિવસોમાં ખૂબ જ સારી રીતે કામ કરશે અને ગુજરાતનો ખૂબ વિકાસ થશે, આ પ્રકારની વાતો કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *