અમેરિકા એ કોરોના વાઈરસ વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા વિઝિટર્સ માટે પોતાના દરવાજા ખોલ્યા

વ્હાઈટ હાઉસ તરફથી શુક્રવારે તેની જાહેરાત કરવામાં આવી છે કે પૂરી રીતે વેક્સિનેટેડ વિઝિટર્સ 8 નવેમ્બરથી દેશમાં આવી શકે છે.

3 દિવસ પહેલા અમેરિકી મીડિયામાં સમાચાર આવ્યા હતા કે વિદેશી પર્યટક જેમને યૂએસ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન અથવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) તરફથી માન્યતા પ્રાપ્ત વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, તેમને નવેમ્બરથી અમેરિકા આવવાની પરવાનગી છે. સેન્ટર્સ ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના હવાલાથી મીડિયામાં સમાચાર આપવામાં આવ્યા હતા.

કોરોના વાઈરસ મહામારી શરૂ થયા બાદ વર્ષ 2020માં અમેરિકાએ પોતાની બોર્ડર તમામ પર્યટકો માટે બંધ કરી હતી. તે સમયે અમેરિકા તરફથી યૂરોપ, ભારત, બ્રાઝિલ અને ચીનથી આવનારા લોકો માટે એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. અમેરિકાએ હવે લગભગ 19 મહિના બાદ પોતાની નીતિને બદલી છે.

નવી સિસ્ટમ હેઠળ જે લોકોને વેક્સિન લાગી ચૂકી છે અને અમેરિકા જતી ફ્લાઈટમાં બોર્ડ કર્યાના 72 કલાક પહેલા કોવિડ નેગેટિવ આવ્યા છે, તેમને ફ્લાઈટમાં જવાની મંજૂરી હશે. જે વિદેશી પર્યટકોને વેક્સિન નથી લાગી, તેમને એન્ટ્રી નહીં મળે. ત્યારે વેક્સિન નહીં લગાવનારા અમેરિકી નાગરિકો માટે કોવિડ 19ના નેગેટિવ ટેસ્ટની જરૂર રહેશે.

8 નવેમ્બરથી અમેરિકામાં એર ટ્રાવેલના નિયમ પણ બદલાઈ જશે. કેનેડા અને મેક્સિકોની સાથની લેન્ડ બોર્ડરને પહેલા જ ખોલવાની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. WHO તરફથી મંજૂરી મેળવનારી એસ્ટ્રાજેન્કા અને ચીનની શિનોફાર્મ ગ્રુપ અને સિનોબેક બાયોટેક લિમિટેડ તરફથી તૈયાર વેક્સિન જેને અમેરિકાએ મંજૂરી નથી આપી. તે વેક્સિનના ડોઝ લેનારા લોકો પણ અમેરિકા જઈ શકશે. ત્યારે હજુ એ સ્પષ્ટ નથી થયું કે અમેરિકા તે લોકો માટે શું કરશે, જેમને બે મિકસ્ડ વેક્સિન શોટસ એટલે કે અલગ અલગ વેક્સિન લગાવી છે.

20 સપ્ટેમ્બરે પ્રથમવાર રાષ્ટ્રપતિ જો બાઈડેનના તંત્ર તરફથી આ પગલાની જાહેરાત કરવામાં આવી હતી પણ એ જણાવવામાં નહતું આવ્યું કે નવી સિસ્ટમ ક્યારથી પ્રભાવિત થશે. એ એરલાઈન્સો જેમની પર કોરોના વાઈરસ મહામારી દરમિયાન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, તેમને આ પગલાની સરાહના કરી છે. અમેરિકા અને યૂરોપની વચ્ચે ઉડનારી ટ્રાન્સઅટલાન્ટિક ફ્લાઈટ્સ એક એવી કંપનીઓ છે, જેમને સૌથી વધારે ફાયદો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *