સ્પિનર ​​હરભજન સિંહ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ બોલર શોએબ અખ્તરની ટ્વિટર પર તું તું મેં મેં

હરભજને તાજેતરમાં જ કહ્યું હતું કે પાકિસ્તાને આ મેચ ન રમવી જોઈએ કારણ કે તેઓ ફરી એક વખત હારશે અને ફરી નિરાશ થશે.  આ નિવેદનથી અખ્તર બહુ ખુશ થયા ન હતા અને તેમણે ટ્વિટર દ્વારા તેમના પર કટાક્ષ કર્યો હતો. ભજ્જી સાથે ફોટો શેર કરતા અખ્તરે ટ્વિટર પર લખ્યું, “શ્રી સાથે હું હરભજન સિંહને જાણું છું, દુબઇમાં ભારત-પાકિસ્તાન મહાન મેચની આગળ ચર્ચા કરી રહ્યો છું.”

ભજ્જીએ તરતજ ટ્વીટર ઉપર શોએબ અખ્તરને ટેસ્ટ વિકેટ યાદ અપાવતા લખ્યુ કે, જ્યારે તમારી પાસે 400થી વધુ વિકેટ હોય તો એક વાત તો નક્કી જ છે કે, તમે એવા વ્યક્તિથી વધુ જાણકાર હોવ કે જેના ખાતામાં 200 થી પણ ઓછી ટેસ્ટ વિકેટ હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *