જામનગરમાં એક્ટિવા ચોરીને ભાગતાં 11 અને 12 વર્ષનાં છોકરાઓ ઝડપાયા

જામનગર શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર સવારના સમયે એક્ટિવા મોટરસાઇકલ પર જઈ રહેલા 2 સગીરનું પેટ્રોલ પૂરું થઈ જતાં ગાડીને ખેંચીને તેઓ રોડની સાઈડમાં લગાડતા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક્ટિવાના માલિકે તેમને જોઈ જતાં અને આ એક્ટિવા ચોરાઈ ગયું હોવાનું જાણતાં તેમણે તાત્કાલિક બંને સગીરને રોકીને પૂછપરછ કરી લોકોની મદદથી બંનેને પકડી પાડી એલસીબીને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી અને બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરતા તેમણે જીજે-10-બીક્યુ 9155, જીજે-10-બીબી 1991 અને જીજે-10-બીપી 3957ના ત્રણ એક્ટિવા અલગ અલગ જગ્યાએથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે ત્રણેય મોટરસાઇકલ કબજે કરી બંને સગીર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરમાં જુદી-જુદી ત્રણ જગ્યા પરથી એકટિવાની ચોરી કરી
સગીર વયના બંને ચોરએ પોલીસને આપેલી પ્રાથમિક કબૂલાતમાં તેમણે એક્ટિવા મોટરસાઇકલ દિગ્વિજય પ્લોટ નં.25 નહેરના કાંઠે, અન્ય એકટિવા તળાવની પાળે, શ્રીનાથ એપાર્ટમેન્ટ પાસેથી અને ત્રીજું એક્ટિવા બાલાહનુમાન મંદિર પાસેથી ચોરી કર્યું હોવાની કબૂલાત પોલીસને આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *