આજે, શરીરના ત્રણેય તાપને હરનારી શરદ પૂર્ણિમાનો તહેવાર; વાંચો દૂધ-પૌવા જમવાનું મહિમા

શરદ પૂનમનો તહેવાર ધાર્મિક શ્રધ્ધા અને ઉત્તમ આરોગ્ય માટે ઉજવવાની પરંપરા વર્ષો થી ચાલતી આવી છે, જે આજે પણ જોવા મળે છે. વર્ષ દરમિયાન આવતી 12 પૂનમ પૈકી શરદ પૂનમનું ધર્મની સાથે આરોગ્ય સાથે પણ વિશેષ જોડાણ જોવા મળે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રની સોળે કળા ખીલેલી જોવા મળે છે. આજના દિવસે ચંદ્રમાંથી વરસતી શીતળતા કોઈ પણ વ્યક્તિને ખુબ જ આરોગ્યપ્રદ બનાવે છે, જેને લઇને શરદપૂનમના દિવસે ચંદ્રની શીતળતામાં રાખવામાં આવેલા ગાયના દૂધ, પૌવા અને ખડી સાકરને પ્રસાદના રૂપમાં આરોગવાથી ધર્મની સાથે આરોગ્યનું પણ રક્ષણ થાય છે. તેથી શરદ પૂનમના દિવસે દૂધ- પૌવા આરોગવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. સૌપ્રથમ વખત માતા યશોદાએ ભગવાન શ્રીકૃષ્ણને શરદ પૂનમના દિવસે દૂધ- પૌવાનો પ્રસાદ આરોગવા માટે આપ્યો હતો, ત્યારથી શરદ પૂનમના દિવસે દૂધ અને પૌવાનો પ્રસાદ આરોગવાનું વિશેષ ધાર્મિક મહત્વ જોવા મળે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચંદ્રએ મનના દેવતા છે. સોળે કળાએ ખીલેલા ચંદ્રમાં મનને સાત્વિક પ્રસન્નતા અને સકારાત્મકતા આપે છે. ચંદ્ર કિરણો શીતળતા તથા ઔષધિય ગુણોનું કામ કરે છે તો સાથે સાથે પ્રકૃતિના ઔષધીય ગુણો ધરાવતા લતા વેલી કે વૃક્ષોને એના ગુણનું સિંચન પણ ચંદ્રના કિરણો દ્વારા જ થાય છે. વર્ષાઋતુમાં નવા ઉગેલા છોડ વગેરેમાં સંપૂર્ણ ઔષધીય ગુણ આજની રાત્રિ દરમિયાન વિશેષ રોપાય છે એટલે જ આપણે ત્યાં ખુલ્લામાં સાકર તથા ખીર મુકવાની પ્રથા છે. જેનાથી ચંદ્રમાંના કિરણોનો એના પર સિધો અભિષેક થાય આ સાકરનો વર્ષભર ઉપયોગ કરવામાં આવે છે. ચંદ્રના કિરણો ચામડીના રોગોનો નાશ કરે છે. ચંદ્રની સોળ કળાઓ અમૃતા માનદા પૂષા પુષ્ટિ તુષ્ટિ રતિ ધૃતિ રાશિની ચંદ્રિકા કાંતિ જ્યોત્સના શ્રી પ્રીતિ અંગદા પૂર્ણા પૂર્ણતમા શરદ પૂર્ણિમાંના પ્રસાદનું વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ છે. શરદ પૂનમ એ બે ઋતુનો સંધ્યા કાળ છે. એટલે કે ચોમાસાનો અંત અને શિયાળાનો પ્રારંભ ઠંડીની ઋતુમાં ગરમ તાસીર ધરાવતી વાનગીના સેવનથી ઠંડી સામે શરીર બળવાન બને છે. આ માટે જ દુધ, ચોખાના પૌઆ વગેરેમાંથી બનેલા દુધપૌઆના પ્રસાદનું મહત્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *