સરકારે 2020-21ના વર્ષ માટે તેના કર્મચારીઓને એડ-હોક બોનસ આપવાની દરખાસ્તને મંજૂર કરી દીધી હતી. નાણાં મંત્રાલય હેઠળ આવતા ખર્ચ વિભાગે જાહેર કર્યા મુજબ માટે કેન્દ્રિય અર્ધ-લશ્કરીદળોના અને સશસ્ત્રદળોના કર્મચારીઓને આ બોનસ આપવામાં આવશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ(Central Government Employees) ને 30 દિવસના પગાર સમાન નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (Adhoc Bonus)આપવાની મંજૂરી આપવામાં આવી છે. આનાથી કેન્દ્ર સરકારના ગ્રુપ-સી અને ગ્રુપ-બીના તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ફાયદો થશે જે કોઈ પણ પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ સ્કીમ હેઠળ આવતા નથી.
31 માર્ચ-2021ના રોજ જે કર્મચારી નોકરીમાં હશે અને 2020-21ના વર્ષ દરમ્યાન સતત છ મહિના સુધી નોકરી કરી હશે તે તમામ કર્મચારીઓ આ બોનસ મેળવવાપત્ર રહેશે. નોન-પ્રોડક્ટિવિટિ લિંક (એડ-હોક) બોનસ કેન્દ્ર સરકારના ગુ્રપ સીની કેટેગરીમાં આવતા કર્મચારીઓને અને ગુ્રપ-બીમાં આવતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને જ આપવામાં આવશે.
આ રીતે દિવાળી બોનસની ગણતરી કરવામાં આવશે
– એક વર્ષમાં સરેરાશને મહિનામાં દિવસોની સરેરાશ સંખ્યા 30.4 વડે વહેંચવામાં આવશે. ઉદાહરણ તરીકે 7000 રૂપિયા 7000 × 30 / 30.4 = 6907.89 રૂપિયા હશે.