ST કર્માંચારોમાં તેમની માગ ના સંતોષાતા ગુસ્સો જોવા મળી રહ્યો છે. મધરાતથી એસટી કર્મચારીઓ પડતર માગોને લઈ હડતાળ પર ઉતરશે. ગુજરાત એસટી નિગમના લગભગ 35 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે.
પડતર માંગણીઓનો કોઇ નિકાલ ન આવતા તમામ કર્મીઓ માસ સી.એલ પર ઉતરશે. જેથી 8 હજાર બસો 21ઓક્ટોબરથી થંભી જશે એવી માહિતી છે. આ હડતાળના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. હવે તેમની માગ ક્યારે પૂરી થાય છે અને આ હડતાલ ક્યાં સુધી ચાલે છે એ જોવુ રહયુ.
મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. તેમની સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
તેમનું કહેવું છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. તો આ કર્મચારીઓને માત્ર 12 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. સાથે કોરોનાકાળમાં કોરોનાના કારણે મુર્ત્યું પામેલા કર્મચારીને 25 લાખની સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ તે પૂરો થાય નથી. આ સાથે ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.