આ મિટીંગમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી, રોસેનેફ્ટ (રશિયા) ના પ્રમુખ અને સીઇઓ ડો.ઇગોર સેચિન અને સાઉદી અરામકોના ચેરમેન અને સીઇઓ અમીન નાસર સહિત અનેક મહાનુભાવો એ હાજર આપી હતી.
એક નિવેદનમાં વડાપ્રધાન કાર્યાલયએ જણાવ્યું કે આ છઠ્ઠી વાર્ષિક વાર્તાલાપ છે, જે 2016 માં શરૂ થઈ હતી. તેમાં તેલ અને ગેસ ક્ષેત્રના વૈશ્વિક નેતાઓનો સમાવેશ થાય છે, જેઓ આ ક્ષેત્રના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ભારત સાથે સહકાર અને રોકાણના સંભવિત ક્ષેત્રોનું અન્વેષણ કરે છે.
ભારતનું ઘરેલું તેલનું ઉત્પાદન ઘટી રહ્યું છે, જયારે ગેસનું ઉત્પાદન વધ્યું છે. ભારતનું સ્થાનિક ઉર્જા ઉત્પાદન ઓછું રહ્યું છે, જે દેશની ઉર્જા સુરક્ષા માટે સારું નથી