કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું છે કે સરકાર તમામ વાહન ઉત્પાદકોને આગામી છ-આઠ મહિનામાં યુરો-છ ઉત્સર્જન ધોરણો (Euro-six emission norms) હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન (flex-fuel engines) બનાવવા માટે કહેશે.
ફ્લેક્સ-ફ્યુઅલ ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના સંયોજનથી બનેલ વૈકલ્પિક બળતણ છે. એક કાર્યક્રમમાં ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય ઓટો ઉદ્યોગ આગામી 15 વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયાનો થશે.
ગડકરીએ દાવો કર્યો હતો કે તમામ ઓટોમેકર્સ માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન ફરજિયાત કર્યા બાદ વાહનોની કિંમત વધશે નહીં. મંત્રીએ કહ્યું કે આગામી દિવસોમાં ભારત હરિત હાઇડ્રોજનની નિકાસ કરવામાં સક્ષમ બનશે.