ગુજરાતી અભિનેતા ચંદ્રકાંત પંડ્યાનું નિધન, રામાયણ સિરિયલમાં કર્યુ હતું કામ

ગુજરાતી ફિલ્મોના ચાહકો માટે એક ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા ચંદ્રકાંત પંડ્યા (Chandrakant Pandya) નું બુધવારે રાત્રે નિધન થયુ હતું. મુંબઈમાં ટૂંકી બિમારી બાદ તેમનું નિધન થયું છે.પીઢ અભિનેતા ચંદ્રકાન્ત પંડ્યા (Chandrakant Pandya) ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Gujarati film industry) માં 100 કરતા પણ વધુ ફિલ્મો, ગુજરાતી સામાજિક, ધાર્મિક સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં તેમણે નિષાદરાજની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કાદુ મકરાણી ફિલ્મથી બ્રેક મળ્યા બાદ તેમણે અભિનયમાં પાછું વળીને નથી જોયુ. પોતાની કારકિર્દીમાં આ કલાકારે અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કીરીને લોકોને મનોરંજન (entertainment) પૂરુ પાડ્યું છે. હાલ આ આ દિગ્ગજ કલાકારે દુનિયાથી વિદાય લઇને સૌ કોઈની આંખોમાં અશ્રુ લાવી દીધા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *