અમિત શાહનો આજે જન્મદિવસ છે. તેઓનો ૫૭માં વર્ષમાં પ્રવેશ છે. અમિત શાહના જન્મદિનને પગલે ભાજપે વિવિધ કાર્યક્રમ આયોજીત કર્યા છે.
અમિત શાહના ૫૭માં જન્મદિવસના પગલે અમદાવાદ શહેર ભાજપના નેતા અને ૪૦૦થી વધુ કાર્યકરો અંબાજી જશે જયાં મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે અને અમિત શાહના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવશે.
અમિત શાહના જન્મદિવસે ગુજરાતના મુખ્યમંત્રી પ્રથમ સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપશે. તો ત્યાર બાદ અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા દાદાગ્રામ આશ્રમ શાળાની મુલાકાત લેશે. ત્યાં રહેતા શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તે સાણંદના નળ સરોવર પાસે આવેલા મહિલા છાત્રાલયની મુલાકાત લેશે.
ભાજપના પ્રદેશના નેતાઓએ અમિત શાહને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે સાથે સમર્થકોએ પણ સોશિયલ મિડિયામાં જ્ન્મદિવસની શુભકામના પાઠવી છે.