ટેસ્લા આ વર્ષે ભારતમાં તેની કારનું વેચાણ કરવા ઇચ્છુક છે, પરંતુ તે વેરામાં ઘટાડો ઇચ્છે છે. ભારતમાં લાદવામાં આવેલા વેરા વિશ્વમાં સૌથી વધારે દર ધરાવે છે. આ પહેલા પણ ટેસ્લાએ જુલાઈમાં ટેકસ ઘટાડવા માટે વિનંતી કરી હતી, તે સમયે પણ કેટલીક સ્થાનિક કંપનીઓએ જણાવ્યું હતું કે આમ કરવામાં આવે તો સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર થતાં રોકાણની પ્રવૃત્તિ મંદ પડશે.
મોદીની ઓફિસે મીટિંગ દરમિયાન ટેસ્લાએ જણાવ્યું હતું કે ભારતનું ટેક્સ માળખુ દેશમાં વિદેશી કંપની માટે બિઝનેસ કરવો અઘરો બનાવે છે.
ભારત ૪૦,૦૦૦ ડોલર કે તેનાથી ઓછા મૂલ્યના ઇલેક્ટ્રિક વ્હિકલ્સ પર ૬૦ ટકા આયાત જકાત વસૂલે છે. જ્યારે ૪૦,૦૦૦ ડોલરથી વધારે ભાવના ઇલેક્ટ્રિક વ્હિકલ્સ પર ૧૦૦ ટકા ટેક્સ વસૂલે છે. વિશ્લેષકોનું કહેવું છે કે આ દરે ટેસ્લાની કાર ખરીદદારો માટે અત્યંત મોંઘી થઈ જાય છે. તેનાથી તેનું વેચાણ મર્યાદિત થઈ શકે છે. એલન મસ્ક અને મોદી વચ્ચે મુલાકાત થઈ ત્યારે પણ ટેસ્લાએ આ વાત મૂકી હતી.