કેન્દ્રીય કેબિનેટે ડી.એ 28 ટકાથી વધારી 31 ટકા કરયું, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળશે લાભ

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓનું મોઘવારી ભથ્થું(ડીએ) અને પેન્શનર્સ માટેની મોંઘવારી રાહત(ડીઆર)માં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએ ૨૮ ટકાથી વધારી ૩૧ ટકા કરવામાં આવ્યો છે. જુલાઇ, ૨૦૨૧થી ૩૧ ટકા ડીએ ચૂકવવામાં આવશે.

સરકારી કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઇમાં વધારો કરવામાં આવે છે.  આ અગાઉ જુલાઇ મહિનામાં કેન્દ્ર સરકારે ડીએના ત્રણ પેન્ડિંગ વધારા જાહેર કર્યા હતાં અને જાહેરાત કરી હતી કે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએ ૧૭ ટકાને બદલે ૨૮ ટકા ચુકવવામાં આવશે. એટલે કે ડીએમાં એક સાથે ૧૧ ટકાનો વધારો કર્યો હતો.  હવે સરકારે આજે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએમાં વધુ ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી છે ત્યારે જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનો ડીએનો ત્રણ ટકાનો વધારો એરિયર્સ પેટે ચુકવવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૮૨ લાખ પેન્શનરોને લાભ થશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *