ચીનમાં કોરોના ફરીથી સક્રિય થતા ફફડાટ ફેલાયો છે. સરકારે તુરંત હજારો ફ્લાઈટ્સ રદ્દ કરી દીધી હતી અને શાળા-કોલેજો તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તે ઉપરાંત સામુહિક પરીક્ષણો શરૂ કર્યા છે અને લોકોને બહાર ન નીકળવાની અપીલ પણ કરી છે. કોરોનાના ફેલાવા પાછળ વિદેશી પ્રવાસીઓ જવાબદાર હોવાનું પણ ચીને કહ્યું હતું.
ચીનના ઉત્તર અને પશ્ચિમ પ્રાંતોમાં કોરોનાના કેસોની સંખ્યા વધી ગઈ હતી. છેલ્લાં પાંચ દિવસથી કોરોનાના કેસમાં વધારો થતાં ચીને ફ્લાઈટો રદ્ કરી દીધી છે.
ઝિયાન અને લેન્ઝાઉના એરપોર્ટની ૬૦ ટકા ફ્લાઈટ્સ રદ્ થઈ હતી. તે ઉપરાંત પર્યટન સ્થળો, સિનેમાગૃહ સહિતનું બંધ કરવામાં આવ્યું હતું. લાંઝૂઓમાં પ્રવાસીઓ આવ્યા પછી કોરોના ફરીથી ફેલાયો હતો. આ શહેરની વસતિ ૪૦ લાખ જેટલી છે. આખા શહેરમાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે અને હળવા નિયંત્રણો પણ લગાવી દેવામાં આવ્યા છે.