ભારતના પાડોશી દેશોમાં હિંદુઓની વસ્તી સતત ઘટી રહી છે. આ તમામ દેશોમાં કટ્ટરપંથીઓની પકડ મજબૂત ને મજબૂત થતી જાય છે અને સરકાર તેમની સામે કોઈ પગલાં લેતી નથી.
હાલમાં જ બાંગ્લાદેશમાં નવરાત્રી ની દુર્ગા પૂજા દરમિયાન હિંદુ સમાજના લોકો સાથે જે હિંસા થઇ તે આખી દુનિયાએ જોઇ, પરંતુ આ પહેલી વાર નથી કે હિંદુ સમુદાયે પોતાને અસુરક્ષિત અનુભવ્યા હોય. આ પ્રકારની સ્થિતી બનવી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે સામાન્ય બાબત છે. એજ કારણ છે કે ભારતમાં આ દેશોમાંથી આવનાર લઘુમતી સમુદાયના લોકોને નાગરીકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જો બાંગ્લાદેશની વાત કરીએ તો ગત 40 વર્ષના ઇતિહાસમાં પર નજર કરીએ તો અહીં હિંદુઓની વસતી 13.5 % થી ઘટીને 8.5 % રહી ગઇ છે. બાંગ્લાદેશમાંથી હજારો લોકો સ્થળાંતર કરીને ભારતમાં આવી ચૂક્યા છે અને આવી રહ્યા છે