ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી એ રાજ્યમાં ડ્રગ્સ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બીજા રાજ્યો કરતા ગુજરાત સુરક્ષિત છે એના પાછલ ગુજરાત પોલીસ અને પોલીસકર્મીઓનો અથાગ પરિશ્રમ અને ખાસ કરીને ગુજરાત સરકારના સૌ લોકોનો સહયોગ છે. તેમણે કહ્યું રાજ્યમાં ડ્રગ્સ બાબતે સરકાર અને પોલીસ બંને ગંભીર છે.
રાજ્યના લોકોને ડ્રગ્સની ટેવ ન પડે તે માટે રાજ્યની પોલીસ દ્વારા છેલ્લા એક મહિનામાં દેશની બોર્ડરમાં ઘુસતા પહેલા કરોડોનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. રાજસ્થાનથી મુંબઈ તરફ જતા ડ્રગ્સને ગુજરાત પોલીસે મહેસાણામાં ઝડપી પાડ્યું છે. તેમણે કહ્યું આ જ રીતે રાજ્યની ચારે દિશાઓમાં ડ્રગ્સ અને ડ્રગ્સ પેડલર પર સરકારની ચાપતી નજર છે.તેમણે કહ્યું આગામી સમયમાં સરકાર આવા કેસોમાં ગંભીર પગલાઓ લેશે.