સંસદનું શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરે શરૃ થશે અને ૨૩ ડિસેમ્બરે પૂર્ણ થશે એવી સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે. સંસદનું શિયાળુ સત્ર એક મહિના સુધી ચાલશે. સંસદના શિયાળુ સત્રમાં કોવિડ-૧૯ના તમામ પ્રોટોકોલનો અમલ કરવામાં આવશે.
જાણિતું છે કે કોરોનાને પગલે ગયા વર્ષે સંસદનું શિયાળુ સત્ર યોજવામાં આવ્યું ન હતું અને બજેટ તથા ચોમાસુ સત્રના દિવસો પણ ઓછા આવ્યા હતાં.
સત્રના શરૃઆતના થોડા દિવસોમાં સંસદના બંને ગૃહોનો જુદો જુદો સમય રાખવામાં આવશે જેથી સંસદ પરિસરમાં વધુ લોકો એક્ત્ર ન થાય. આ વખત સંસદના શિયાળુ સત્રને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણકે આગામી વર્ષે યુ.પી સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.