તાલિબાનના અફઘાનિસ્તાનમાં શાસન બાદ, ત્યાંની સુરક્ષા વ્યવસ્થા ઠાળે ગય છે. ત્યાં રહેતા બહુમતી સમાજની સાથે લઘુમતી સમાજના હિન્દુઓ અને શીખોની હાલત બગડી રહી છે.
એક અહેવાલ અનુસાર, શીખોએ સુન્ની ઇસ્લામ અપનાવવા અથવા અફઘાનિસ્તાનથી ભાગી જવાના વિકલ્પોમાં કોઈ એક પસંદ કરવુ પડશે. આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે થોડા દિવસ પહેલા જ તાલિબાનીઓ કાબુલના એક ગુરુદ્વારામાં પેસયા હતા.
ઈન્ટરનેશનલ ફોરમ ફોર રાઈટ્સ એન્ડ સિક્યુરિટી (IFFRAS) એ જણાવ્યું કે, ‘એક ટાઈમ હતો જયારે અફઘાનિસ્તાનમાં શીખ સમુદાયના લોકોની આબાદી હજારોમાં હતી, પરંતુ અફઘાનિસ્તાનમાંથી સ્થળાંતર અને મૃત્યુને કારણે તેમની સ્થિતિ વધુ ગંભીર છે. આ અફઘાનિસ્તાનમાં પ્રણાલીગત ભેદભાવ અને કટ્ટરવાદી હિંસાને કારણે છે. વધારે સંખ્યામાં શીખો રાજધાની કાબુલમાં રહે છે જ્યારે કેટલાક ગઝની અને નાંગરહારમા રહે છે. 5 ઓક્ટોબરના રોજ 15 થી 20 લડવૈયાઓ ગુરુદ્વારામાં ઘૂસયા અને રક્ષકોને બાનમાં લીધા. આ હુમલો કાબુલના કરાટે-એ-પરવાન જિલ્લામાં થયો હતો.
અફઘાનિસ્તાનમાં શીખ સમુદાય અવારનવાર આવા હુમલાઓ અને હિંસાનો સામનો કરે છે. કાબુલના ગુરુદ્વારામાં શીખોની હત્યા કરવામાં આવી ત્યારથી આ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભારત જઈ રહ્યા છે. આગળ ફોરમે ધ્યાન દોર્યું કે શીખ સમુદાયના લોકો સુન્ની સંપ્રદાય માં જવા માગતા નથી. તેથી તેમને કાં તો બળજબરીથી ઇસ્લામ સ્વીકારવામાં આવે છે અથવા તેઓની હત્યા કરવામાં આવે છે.