ડિજીટલ પેમેન્ટ કંપની ફોન પે યુઝર્સને હવે મોબાઈલ રિચાર્જ કરવા પર વધારે પૈસા ખર્ચ કરવા પડશે. ફોન પેએ યુપીઆઈ દ્વારા 50 રૂપિયાથી વધારાના મોબાઈલ રિચાર્જ પર 1થી 2 રૂપિયાની વચ્ચે પ્રોસેસિંગ ફી વસૂલવાનું નક્કી કર્યું છે. ફોન પે એવી પહેલી ડિજીટલ પેમેન્ટ એપ છે, જેણે યુપીઆઈ આધારિત લેવડદેવડ માટે ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. તો વળી અન્ય પ્રતિસ્પર્ધી આ સેવા મફતમાં આપી રહી છે.
અન્ય કંપનીઓની જેમ, ફોનપે પણ ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવા માટે પ્રોસેસિંગ ફી વસૂલે છે. ફોનપેના પ્રવક્તાએ કહ્યું કે રિચાર્જ પર, અમે ખૂબ જ નાની અજમાયશ કરી રહ્યા છીએ, જ્યાં કેટલાક વપરાશકર્તાઓ મોબાઇલ રિચાર્જ માટે ચૂકવણી કરી રહ્યા છે. 50 રૂપિયાથી ઓછા રિચાર્જ પર કોઈ ચાર્જ નથી. પ્રવક્તાએ કહ્યું કે 50 થી 100 રૂપિયાના રિચાર્જ માટે 1 રૂપિયા અને 100 રૂપિયા વધુના રિચાર્જ પર 2 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. અજમાયશના ભાગરૂપે, મોટાભાગના વપરાશકર્તાઓ કાં તો કંઈ ચૂકવતા નથી અથવા ફક્ત 1 રૂપિયો ચૂકવે છે.
થર્ડ પાર્ટી એપ્લિકેશન્સમાં UPI વ્યવહારોના સંદર્ભમાં PhonePeનો સૌથી મોટો હિસ્સો છે. સપ્ટેમ્બરમાં, કંપનીએ તેના પ્લેટફોર્મ પર 165 મિલિયન UPI ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કર્યા, જે એપ સેગમેન્ટમાં લગભગ 40 ટકા છે.
બિલની ચુકવણી અંગે સ્પષ્ટતા આપતા પ્રવક્તાએ કહ્યું કે અમે માત્ર ફી વસૂલનારા નથી. બિલની ચુકવણી પર નાની ફી વસૂલવી એ હવે ઉદ્યોગનું ધોરણ છે અને અન્ય બિલર વેબસાઇટ્સ અને પેમેન્ટ પ્લેટફોર્મ પણ છે. અમે ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર જ પ્રોસેસિંગ ફી વસૂલ કરીએ છીએ.